જો પાકિસ્તાને હુમલો કર્યો તો અમે પણ આપીશું જડબાતોડ જવાબ: ફારુક અબ્દુલ્લા

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા બાદ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા. પાકિસ્તાનને કડક ચેતવણી આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે ભારત તેમની દરેક ચાલનો સામનો કરવા તૈયાર છે.
પાકિસ્તાનને હચમચાવી નાખે તેવા પોતાના દાવાઓ રજૂ કરતી વખતે ફારુક અબ્દુલ્લાએ ભારતની પરમાણુ શક્તિનો ઉલ્લેખ કર્યો. પાકિસ્તાન પાસે પરમાણુ શક્તિ હોવાના મુદ્દા પર ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે આપણી પાસે પણ પરમાણુ શક્તિ છે અને આપણા પાડોશી દેશ પહેલા અમારી પાસે આ શક્તિ છે.
ફારુક અબ્દુલ્લાએ પીએમને કર્યો સપોર્ટ
પહલગામ હુમલા પછી ફારુક અબ્દુલ્લા સ્પષ્ટપણે પીએમ મોદીના સમર્થનમાં ઉભા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે પીએમ મોદીને અમારો સંપૂર્ણ ટેકો છે. આ સાથે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવતા તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદીએ જે પણ જરૂરી હોય તે કરવું જોઈએ.
આ પણ વાંચો: પહલગામ આતંકી હુમલા પાછળ લશ્કરના ટોપ કમાન્ડરનો હાથ, PoKમાં છુપાયો છે આતંકી
ફારુક અબ્દુલ્લાએ કહ્યું, અમે વડા પ્રધાનને અમારો સંપૂર્ણ ટેકો આપ્યો છે. ત્યાર પછી આપણને કોઈ પ્રશ્ન પૂછવામાં ન આવે. પીએમને જે જરૂરી લાગે તે કરવું જોઈએ. પાકિસ્તાન દ્વારા વારંવાર પરમાણુ શક્તિ હોવાના દાવાનો જવાબ આપતા તેમણે કહ્યું કે, આપણી પાસે પણ પરમાણુ શક્તિ છે અને તે તેમની પહેલા પણ હતી.