માળીયા-હળવદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 2 લોકોના મોત; 10 ઈજાગ્રસ્ત

Gujarat: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે માળીયા-હળવદ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 10 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી અનુસાર માળીયા-હળવદ હાઈવે પર અકસ્માત થયો છે. જેમા ધાંગધ્રાનો 22 લોકોનો પરિવાર દર્શાનાર્થે ગયો હતો. આ દરમિયાન ગંભીર અકસ્માત થતા 2 લોકોના મોત થયા હતા. જ્યારે 10 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. નોંધનીય છે કે, આ પરિવાર કચ્છમાં કબરાઉ અને અંજાર ગામે દર્શનાર્થે ગયો હતો. દર્શન કરી પરત આવતા સમયે અણિયારી ટોલનાકા નજીક ઘટના બની હતી અને ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા બોલેરો પલટી મારી હતી.
આ પણ વાંચો: વલસાડના પારડીમાં યુવતીને માતાજી આવતા હોવાનું કહી ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ ડામ આવતા થયું મોત