December 23, 2024

આમ ભણશે ગુજરાત! ત્રાકુડા પ્રથામિક શાળામાં શોર્ટ સર્કિટનો ડર અને છત પરથી ટપકે પાણી

દશરથસિંહ રાઠોડ, અમરેલી: એક તરફ સરકાર દ્વારા ‘ભણશે ગુજરાત’ના નારા નાખી રહી છે બીજી તરફ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ત્રાકુડા પ્રથામિક શાળાના ધોરણ 1 થી 8 ના 112 વિદ્યાર્થીઓ શાળાની છતમાંથી ટપકતા વરસાદના પાણીના કારણે અભ્યાસ બગડી રહ્યો છે અને વિદ્યાર્થીઓને શાળાની ઓફિસ અને એક જ ઓરડામાં બેસીને ભણવું પડે છે. પ્રાથમિક શાળા જર્જરિત બનતા એક ઓરડામાં બે ધોરણના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે અને શાળાની બિલ્ડિંગમાં પાણી પડવાથી શાળાના આચાર્ય દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી બાળકોનું શિક્ષણ જળવાઈ રહે માટે થઈ બે અલગ-અલગ સવાર અને બપોરની પાળીઓ ગોઠવી અભ્યાસ ચાલુ રાખવામાં આવ્યો છે.

છેલ્લા ઘણા સમયથી ખાંભા તેમજ તાલુકાભરમાં અવરિતપણે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વોકળા, નરસી, ઝરણામાં પાણી વહેતા થયા છે ત્યારે ખાંભાના ત્રાકુડા ગામમાં આવેલ સરકારી પ્રાથિમક શાળાનું આવેલી છે. સતત પડી રહેલા વરસાદના કારણે શાળાના બિલ્ડિંગની છતમાંથી વરસાદી પાણી ટપકી રહ્યું છે. અને છત માં ગાબડા પડી ગયા છે શાળાના ઓરડા જર્જરીત બની ગયા છે. જેના કારણે ક્લાસરૂમમાં પાણી ટપકવાના કારણે વિદ્યાર્થીઓને શાળાની ઓફિસ અને એક જ ઓરડામાં બેસીને ભણવું પડે છે અને વિદ્યાર્થીઓ પારાવાર પરેશાની વચ્ચે પણ ભણવાની મજબૂરી હોવાનું જણાવી રહ્યા છે.

એક તરફ સરકાર ‘ભણશે ગુજરાત’ના સ્લોગનો વહેતા કર્યા પણ વરવી વાસ્તવિકતા ખાંભા તાલુકાના ત્રાકુડા પ્રાથિમક શાળાની છે કે છતમાંથી પાણી ટપકે છે. નીચે ધોરણ 1 થી 8ના 112 વિદ્યાર્થીઓ અભ્યાસ બગડી રહ્યો છે. શાળાના રૂમમાં ઇલેક્ટ્રિક ઉપકરણોમાં શોર્ટ થઈ રહ્યા હોય છતાં પણ જિલ્લાના શિક્ષણ તંત્રના પેટનું પાણી હાલતું નથી ત્યારે આ શાળાના પ્રિન્સીપાલ અને ગામના સરપંચ દ્વારા રજૂઆતો લેખિત મૌખિક કર્યા બાદ શાળા મંજૂર થઈ છે તેમ છતાં છેલ્લા ત્રણ વર્ષથી બનાવવામાં આવતી ન હોવાનું જણાવ્યું હતું.

ખાંભા તાલુકાના ત્રાકુડા ગામની પ્રાથિમક શાળામાં બાળવાટીકાથી ધોરણ 1 થી 8 હાલમાં 112 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે શાળા જર્જરીત બની ગઈ છે. વિદ્યાર્થીઓને જીવના જોખમ પર અભ્યાસ કરવો પડે છે. પ્રાથમિક શાળા જર્જરિત બનતા એક ઓરડામાં બે ધોરણના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે અને શાળાની બિલ્ડીંગમાં પાણી પડવાથી શાળાના આચાર્ય દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી બાળકોનું શિક્ષણ જળવાઈ રહે માટે થઈ બે અલગ અલગ સવાર અને બપોરની પાળીઓ ગોઠવી અને અભ્યાસ ચાલુ રાખવામાં આવ્યો છે ત્યારે વિદ્યાર્થીઓની આ તકલીફમાંથી ક્યારે છુટકારો મળશે તેવા સવાલો ઉઠી રહ્યા છે.