November 24, 2024

Budget 2024: મોદી સરકાર મોટી જાહેરાતો કરે તેવી સંભાવના!

દિલ્હી: વર્ષ 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા મોદી સરકારનું આ છેલ્લું વચગાળાનું બજેટ છે. નવી સરકારની રચના બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે સરકાર ઘણી મોટી જાહેરાતો કરે તેવી આશ છે. નાણામંત્રી સીતારમણ દ્વારા બજેટ 2024 ની જાહેરાત પછી તેનાથી સંબંધિત તમામ દસ્તાવેજો લોકો જોવા માટે https://www.indiabudget.gov.in પર ઓનલાઇન અપલોડ કરવામાં આવશે.

  • નાણામંત્રી સંસદભવન પહોંચી ગયા છે. 11 વાગે બજેટ રજૂ થશે.
  • બજેટની કોપી સંસદભવન પહોંચી ગઈ છે.
  • બજેટની રજૂઆત પહેલા કેબિનેટની બેઠક યોજાઈ રહી છે. બેઠકમાં બજેટ મંજૂર કરવામાં આવશે.
  • નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે. જ્યાં તેઓ બજેટની મંજૂર લેશે.

  • સવારે 8.15 વાગ્યે નાણા પ્રધાન સૌપ્રથમ ટીમની સાથે ફોટો સેશનમાં ભાગ લેશે જેમણે બજેટ 2024 તૈયાર કર્યું છે.
  • સવારે 8.45 કલાકે નાણામંત્રી મહામહિમ રાષ્ટ્રપતિને મળશે અને બજેટની મંજૂરી લેશે.
  • નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 9.15 કલાકે સંસદ પહોંચશે.
  • સવારે 10 વાગ્યે કેબિનેટની બેઠક મળશે. જેમાં બજેટને મંજૂરી આપવામાં આવશે.
  • નાણામંત્રી સવારે 11 વાગ્યે સંસદમાં 2024નું વચગાળાનું બજેટ રજૂ કરશે.