November 22, 2024

Danilimdaના કાપડ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયરવિભાગની 10 ગાડી ઘટનાસ્થળે

અમદાવાદઃ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. દાણીલીમડા વિસ્તારના જૂના ઢોર બજાર નજીક આવેલા ગોડાઉનમાં આગ લાગી છે. હાલ ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરી છે. આ દુર્ઘટનામાં જાનહાનિ થઈ નથી.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલી એક કાપડનું પેકિંગ કરતા ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. દાણીલીમડાના જૂના ઢોર બજાર નજીક આ કાપડનું ગોડાઉન આવેલું છે. આગને લઈને આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક ફાયરવિભાગને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

આગને લઈને એક કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ એટલી વિકરાળ છે કે, આસપાસમાં આવેલા અન્ય ગોડાઉનમાં આગ પ્રસરી રહી છે.

આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, ડાંગ-સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આ સમગ્ર મામલે પ્રાથમિક તપાસ કરવાની ચાલુ કરી હતી. મહત્વનું છે કે, આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.