થાનમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ બીજા દિવસે કાબૂમાં આવી, 25 હજાર બોરીઓ બળીને ખાખ

સુરેન્દ્રનગર: થાનમાં મગફળીના ગોડાઉનમાં લાગેલ આગ બીજા દિવસે કાબૂમાં આવી છે. 25,000થી વધુ મગફળીના બોરીમાં આગ લાગી હતી. આગના ઝપેટમાં ત્રણથી ચાર હજાર બોરી સંપૂર્ણ ખાખ થઈ ગઈ છે. તમામ મુદ્દામાલની કુલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે. તંત્ર દ્વારા આગ લગાડવાના કૌભાંડને પુષ્ટિ આપી નથી.
થાનમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ પર 22 કલાક જેટલો સમય થયાં બાદ પણ સંપૂર્ણ કાબૂ મેળવાયો ન હતો. ગોડાઉનમાં 35 કિલોની 25 હજાર બોરીઓ બળીને ખાખ થઈ ગઈ છે. ગોડાઉનમાં 8.50 લાખ કિલોથી વધુ મગફળી હતી. મોરબી, હળવદ, રાજકોટ, ચોટીલાની ફાયર ટીમો કામે લાગી હતી. 10 ફાયર વિભાગની ટીમો અને બે ઈટાચી મશીન પણ આગ ઓલાવવા માટે કામે લાગી હતી.
આગ પર કાબૂ મેળવવા માટે 22 કલાકમાં બે લાખ લીટર જેટલો પાણીનો છંટકાવ કરાયો છે. ગોડાઉન સ્ટાફે શોર્ટસર્કિટથી આગ લાગ્યાનું કારણ દર્શાવ્યું છે.