પટનાના કંકડબાગમાં પોલીસ પર ફાયરિંગ, 4ની ધરપકડ
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2025/02/Kankarbagh-Gun-Firing.jpg)
Kankarbagh Gun Firing: બિહારની રાજધાની પટનાથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં કંકડબાગમાં પોલીસ અને ગુનેગારો વચ્ચેના એન્કાઉન્ટરના સમાચાર સામે આવ્યા છે. કંકડબાગ વિસ્તારમાં બદમાશોએ પોલીસ પર ફાયરિંગ કર્યું. આ પછી બદમાશો એક ઘરમાં છુપાઈ ગયા છે. પોલીસે ઘરને ચારે બાજુથી ઘેરી લીધું છે. પોલીસે મોટા પાયે કાર્યવાહી હાથ ધરી છે અને 4 આરોપીઓની ધરપકડ કરી છે.
#WATCH | Bihar: The firing took place in Patna's Kankarbagh area today around 2 pm. Four criminals opened fire outside a house. After the firing, all the criminals went into hiding inside a house nearby. STF has reached the spot along with the Police. The force has surrounded the… pic.twitter.com/jofQaZERtY
— ANI (@ANI) February 18, 2025
શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર મામલો બિહારની રાજધાની પટનાના રામ લખન સિંહ પથ કંકડબાગ વિસ્તારનો છે. અહીં ગુનેગારોએ પોલીસ પર ફાયરિંગ કર્યું છે. આ મામલો જમીન વિવાદ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. પોલીસ આ મામલાની તપાસ માટે કંકડબાદ પહોંચી હતી જ્યાં ગુનેગારોએ પોલીસ પર હુમલો કર્યો અને પછી એક ઘરમાં છુપાઈ ગયા. ઘટનાની માહિતી મળતાં જ 5 પોલીસ સ્ટેશનની પોલીસે ઘરને ચારે બાજુથી ઘેરી લીધું છે. આ ઘટનાથી વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો છે.
#WATCH | Bihar | Patna SSP Awakash Kumar says, "Four rounds of firing were done… Four people have been detained and taken into custody in the incident… No one was injured in the incident…All the civilians inside the building are safe…We are also trying to find out some of… https://t.co/e2hzwkrKQ7 pic.twitter.com/2GTq7Nd1SR
— ANI (@ANI) February 18, 2025
4 ગુનેગારો ઝડપાયા
પટનાના પોશ વિસ્તાર કંકડબાગમાં ધોળા દિવસે ફાયરિંગ કરવાના કેસમાં અત્યાર સુધીમાં 4 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. કેટલાક ગુનેગારો ભાગી જવામાં સફળ રહ્યા અને પટના પોલીસ તેમની શોધમાં સતત દરોડા પાડી રહી છે. મળતી માહિતી મુજબ, પોલીસ તેને સરેન્ડર કરાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ મામલે એએસપી પોતે આ કેસ પર નજર રાખી રહ્યા છે. પટના એસટીએફની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ. અનેક પોલીસ સ્ટેશનો અને STF કમાન્ડોના દળો ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘરને ઘેરી લીધું અને ચાર ગુનેગારોને પકડી લીધા.