November 24, 2024

પંજાબી સિંગર એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગનો મામલો, કેનેડા પોલીસે એક વ્યક્તિની કરી ધરપકડ

Canada: કેનેડામાં પંજાબી ગાયક એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં કેનેડિયન પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે દાવો કર્યો છે કે ધરપકડ કરાયેલ વ્યક્તિ ભારતીય છે. પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ધરપકડ કરાયેલ વ્યક્તિ અભિજીત કિંગરા છે જેની ઓન્ટારિયોથી ધરપકડ કરવામાં આવી છે. કેનેડિયન પોલીસે કહ્યું છે કે તેઓ વિક્રમ શર્મા નામના અન્ય વ્યક્તિની શોધ કરી રહી છે જે હાલમાં ભારતમાં છે. કેનેડિયન પોલીસ પાસે વિક્રમ શર્માનો ફોટો નથી.

શું છે સમગ્ર મામલો?
કોલવુડ વિસ્તારમાં 2 સપ્ટેમ્બર 2024ના રોજ ફાયરિંગ થયું હતું. ફાયરિંગની જવાબદારી લોરેન્સ, ગોલ્ડી અને રોહિત ગોદારા ગેંગે લીધી હતી. આ ઘટનાની જવાબદારી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા લેવામાં આવી હતી. કેનેડામાં એક જ્વેલર્સના ઘરે ફાયરિંગ થયું હતું. આ જ ગેંગે તેની જવાબદારી લીધી હતી. કેનેડિયન પોલીસ પણ આ કેસની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: દિવાળીમાં ફટાકડા ફોડવાથી દિલ્હીની હવા બની ઝેરી, AQI 700ને પાર

હુમલાનો વીડિયો વાયરલ થયો હતો
એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગનો એક કથિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કથિત રીતે હુમલાની જવાબદારી સ્વીકારતી પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે ‘તમામ ભાઈઓને રામ રામ જી. 1 સપ્ટેમ્બરની રાત્રે, કેનેડામાં બે સ્થળોએ ગોળીબાર થયો… વિક્ટોરિયા આઇલેન્ડ અને વુડબ્રિજ ટોરોન્ટો. હું રોહિત ગોદારા (લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ) બંનેની જવાબદારી લઉં છું. વિક્ટોરિયા આઇલેન્ડનું ઘર એ.પી. ધિલ્લોનનું છે… ગીતમાં સલમાન ખાનને લાવવો ખૂબ જ સારો અહેસાસ છે… અમે તમારા ઘરે આવ્યા છીએ. પછી તે બહાર આવીને તેની પ્રવૃતિ બતાવશે… અંડરવર્લ્ડ લાઇફ જે તમે લોકો તમે નકલ કરો, અમે વાસ્તવિકતામાં તે જીવન જીવી રહ્યા છીએ… તમારી મર્યાદામાં રહો, નહીં તો તમે કૂતરાની મોતે મરશો…’