પહેલી 6 સીટર ફ્લાઈંગ ટેક્સી ‘ઝીરો’ રિવલ, પ્રીમિયમ ટેક્સી સર્વીસ જેટલું એક ટ્રીપનું ભાડું
Auto Expo 2025: એરોસ્પેસ સ્ટાર્ટઅપ સરલા એવિએશને ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં તેની પ્રોટોટાઇપ એર ટેક્સી ‘ઝીરો’ જાહેર કરી છે. આ ટેક્સી એક સમયે 160 કિલોમીટરના અંતર સુધી ઉડી શકે છે, પરંતુ તેનો ઉપયોગ 20-30 કિલોમીટરની ટૂંકી સફર માટે કરવામાં આવશે.
કંપનીએ કહ્યું કે તે 250 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી શકશે અને માત્ર 20 મિનિટના ચાર્જિંગમાં સફર માટે તૈયાર થઈ જશે. ઝીરો ફ્લાઈંગ ટેક્સીઓ ગીચ વિસ્તારોમાં મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરે તેવી અપેક્ષા છે. પાયલોટ સહિત 7 લોકો તેમાં બેસી શકશે.
પ્રીમિયમ ટેક્સી સર્વીસના બરાબર એક ટ્રીપનું ભાડું
કંપની દ્વારા બેંગલુરુથી 2028 સુધીમાં ફ્લાઈંગ ટેક્સી સેવા શરૂ કરવામાં આવશે. આ પછી મુંબઈ, દિલ્હી, નોઈડા અને પુણે જેવા શહેરોમાં એર ટેક્સી સેવાનો વિસ્તાર કરવાની યોજના છે.
Ola-Uberની પ્રીમિયમ ટેક્સી સર્વિસના ભાડાની બરાબર ‘ઝીરો’માં ટ્રિપની કિંમત રાખવાની યોજના છે. પેસેન્જર ટ્રાન્સપોર્ટ ઉપરાંત, તેમણે શહેરી વિસ્તારોમાં કટોકટીની તબીબી જરૂરિયાતોને પહોંચી વળવા ફ્રી એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી.