January 8, 2025

ગુજરાતીઓ ચેતી જજો… અમદાવાદમાં આવ્યો HMPV વાયરસનો પ્રથમ કેસ, 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

Ahmedabad: વિશ્વભરમાં ફરી એક વખત કોરોના મહામારી જેવો ભય લોકોમાં જોવા મળી રહ્યો છે. ભારતન બેંગ્લુરુમાં જીવલેણ HMPV વાયરસનો કેસ આવ્યો બાદ હવે ગુજરાતમાં HMPV વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. અમદાવાદના 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર HMPV વાયરસે હવે ગુજરાતમાં દેખા દીધી છે. અમદાવાદના 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. બાળકને શરદી અને તાવના લક્ષણો જોવા મળ્યા હતા. જોકે, આ બાળક મૂળ મોડાસા પાસેના ગામનું છે. બાળકની તબિયત લથડતા અમદાવાદ લાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ચીનમાં ફેલાયેલા જીવલેણ વાયરસને લઈને ગુજરાત સરકારે જાહેર કરી ગાઈડલાઈન, જાણો શું કરવું અને શું ન કરવું

આ વાયરસને લઈને ગુજરાત સરકારે જણાવ્યું છે કે, હાલમાં ગુજરાતમાં માનવ મેટાન્યુમોવાઈસ (HMPV)નો કોઈ કેસ નોંધાયેલ નથી. આરોગ્ય વિભાગે રાજ્યમાં હાલમાં શ્વસનને લગતા ચેપી રોગોની માહિતી વિશ્લેષિત કરી છે. જેમાં ડિસેમ્બર ૨૦૨૩ ની સરખામણીએ ડિસેમ્બર ૨૦૨૪માં કોઈ નોંધપાત્ર વધારો જણાયેલ નથી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતા ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું તેના નિયમોનું પાલન ક૨વા વિનંતી કરે છે.