September 28, 2024

South Africaએ બનાવ્યો 18 વર્ષ પછી આ ઐતિહાસિક રેકોર્ડ

South Africa Cricket Team: દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને હરાવી દીધું છે. આ મેચ જીતીને આફ્રિકન ટીમે સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આફ્રિકાની ટીમે 10 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. આફ્રિકાને 17 ઓવરમાં 123 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

શાનદાર પ્રદર્શન કર્યું
T20 વર્લ્ડ કપ 2024માં દક્ષિણ આફ્રિકાની ટીમે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તમને જણાવી દઈએ કે ટીમ અત્યાર સુધીમાં એક મેચ પણ હારી નથી. મહત્વની વાત એ છે કે T20 વર્લ્ડ કપના 18 વર્ષના ઈતિહાસમાં આફ્રિકા પહેલી એવી ટીમ બની ગઈ છે કે જેણે એક જ એડિશનમાં 7 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. આ પહેલા T20 વર્લ્ડ કપની મેચમાં કોઈ પણ એવી ટીમ નથી કે તેણે સતત 7 મેચમાં જીત પ્રાપ્ત કરવામાં સફળ રહી હોય.

આ પણ વાંચો: વેસ્ટ ઈન્ડિઝ છેલ્લી ઓવરમાં હારી ગયું, 10 વર્ષ પછી થયો આ બદલાવ

જીત મેળવી છે
T20 વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ મેચ જીતનાર ટીમોની વાત કરવામાં આવે તો દક્ષિણ આફ્રિકા- 7 મેચ, 2024, શ્રીલંકા – 6 મેચ, 2009, ઓસ્ટ્રેલિયા – 6 મેચ, 2010, ઓસ્ટ્રેલિયા – 6 મેચ, 2021 છે. T20 વર્લ્ડ કપ 2024માં દક્ષિણ આફ્રિકાનું પ્રદર્શનની વાત કરવામાં આવે તો શ્રીલંકા સામે 6 વિકેટે જીત, નેધરલેન્ડ સામે 4 વિકેટે જીત, બાંગ્લાદેશ સામે 4 રને જીત , નેપાળ સામે એક રનથી જીત, અમેરિકા સામે 18 રને જીત , ઈંગ્લેન્ડ સામે 7 રનથી જીત વેસ્ટ ઈન્ડિઝ સામે 3 વિકેટે જીત મેળવી છે.