July 2, 2024

જામનગરના નાપાણીયા ખીજડીયામાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ બાદ પૂરની સ્થિતિ

અમદાવાદ: જામનગરના કાલાવડમાં ધોધમાર વરસાદ પડતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ગઈકાલે રાત્રે કાલાવડ તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યાં જ નાપાણીયા ખીજડીયામાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ પર પાણીનો ધોધ વહ્યો હતો. જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. અહીં ભારે વરસાદને લીધે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જામનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ કાલાવડમાં નોંધાયો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યાં જ છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રરમાં ચોમાસાએ ધમાકેદાર બેટિંગ કરી છે.જેમા સૌથી વધુ મોરબીના ટંકારામાં 4.30 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે ગોંડલ અને જૂનાગઢમાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ત્યાં જ 19 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. બીજી તરફ 4 તાલુકામાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. કોડીનાર , ગોંડલ, જૂનાગઢ, દાંતામાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો: ઈઝરાયલમાં અદાણી પોર્ટ પર ડ્રોન હુમલો, હુતીઓએ કર્યો દાવો

ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આગામી 3 કલાક દરમિયાન ગુજરાત રાજ્યના મહેસાણા, મહિસાગર, અરવલ્લી, દાહોદ, બનાસકાંઠા, પંચમહાલ, તાપી, જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે મહત્તમ સપાટીના પવનની ઝડપ સાથે હળવા વાવાઝોડાની સંભાવના છે.

હળવો વરસાદ: ગુજરાત રાજ્યના કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, સાબરકાંઠા, ખેડા, પાટણ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, મોરબી, જિલ્લાના અલગ-અલગ સ્થળોએ 5 મીમી/કલાકની સંભાવના છે. ત્યાં જ આગામી 3 કલાક દરમિયાન જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, દીવ, વલસાડ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, દમણ, નવસારી, ભરૂચ, ડાંગ, દાદરા અને નગર હવેલી અલગ-અલગ સ્થળોએ 5 મીમી/કલાકની સંભાવના છે.