July 1, 2024

7 ટનથી વધુ નકલી કેરી ઝડપાઈ… આ કેરી ખાવાથી થાય છે મોટું નુકસાન?

Calcium Carbide Mango: જો તમે આ ઉનાળાની ઋતુમાં બજારમાં જાવ તો તમને દરેક જગ્યાએ કેરીની ગાડીઓ જોવા મળશે. આ ગાડીઓ પર રાખવામાં આવેલી કેરીઓ એટલી સુંદર હોય છે કે દરેકને તેને ખરીદવાનું મન થાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સુંદર અને તાજી દેખાતી કેરી નકલી કેરી પણ હોઈ શકે છે? ખરેખરમાં તમિલનાડુમાં ફૂડ સેફ્ટી વિભાગે એક વેરહાઉસમાંથી લગભગ 7.5 ટન નકલી કેરી જપ્ત કરી છે. હવે સવાલ એ છે કે આ નકલી કેરીઓ શું છે, કેવી રીતે બને છે અને જો કોઈ તેને આરોગે છે તો શું થશે?

આ નકલી કેરીનો અર્થ એ નથી કે આ કેરીઓ મશીનો દ્વારા પકાવવામાં આવે છે. આ કેરીઓ ઝાડ પરથી તોડવામાં આવે છે, પરંતુ કૃત્રિમ રીતે પકવવાના કારણે તેને નકલી કેરી કહેવામાં આવી રહી છે. ખરેખરમાં કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ કેરીને પકવવા માટે કરવામાં આવે છે જેના ઉપયોગ પર પ્રતિબંધ છે. આ રીતે પકવેલી કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.

આવો અમે તમને જણાવીએ કે કેલ્શિયમ કાર્બાઈડથી કેરી કેવી રીતે પકાવવામાં આવે છે અને કેટલા દિવસોમાં કેરી તૈયાર થઈ જાય છે. કેલ્શિયમ કાર્બાઈડ બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે, જેને લોકો હાર્ડવેરની દુકાનોમાંથી પણ ખરીદી શકે છે. તે એક પ્રકારનો પથ્થર છે અને ઘણા લોકો તેને લાઈમસ્ટોન પણ કહે છે. કેલ્શિયમ કાર્બાઈડ વડે કેરીને પકવવા માટે કાચી કેરીની વચ્ચે કાર્બાઈડનું બંડલ મૂકી દેવામાં આવે છે અને તેને કપડામાં લપેટીને રાખવામાં આવે છે.

આ પણ વાંચો: કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં 14 ખરીફ પાકોના ટેકાના ભાવને મંજૂરી

આ પછી તેની આસપાસ કેરી મૂકવામાં આવે છે. પછી કેરીની ટોપલી ઉપર એક બોરીથી બંધ કરી સારી રીતે પેક કરવામાં આવે છે. આ પછી કેરીને 3-4 દિવસ માટે પવન વિનાની જગ્યાએ રાખવામાં આવે છે અને પછી જ્યારે તેને ખોલવામાં આવે છે ત્યારે બધી કેરી પાકી જાય છે.

શું થાય છે કે જ્યારે કેલ્શિયમ કાર્બાઇડ ભેજના સંપર્કમાં આવે
એસીટીલીન ગેસ બને છે જેના કારણે ફળો પાકે છે. જેના કારણે ઝાડ પર કેરી પાકવાની રાહ જોતા નથી અને આ ખતરનાક ટ્રીકથી આંબા પાકે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે. જો કે કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ મેટલ કટીંગ અને સ્ટીલના ઉત્પાદનમાં થાય છે.

જો તમે લાંબા સમય સુધી કેલ્શિયમ કાર્બાઈડથી પકવેલી કેરી ખાઓ છો તો તેના કેમિકલને કારણે તમને પેટમાં દુખાવો, ઝાડા અને ઉલ્ટી થઈ શકે છે. કેલ્શિયમ કાર્બાઈડથી ચક્કર આવવા, માથાનો દુખાવો, મૂડ ડિસ્ટર્બ જેવી સમસ્યાઓ થાય છે.