દક્ષિણ કોરિયાના જંગલોમાં ભીષણ આગ, 16 લોકોના મોત19 ઈજાગ્રસ્ત

South Koria: દક્ષિણ કોરિયાના જંગલોમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને 19 અન્ય ઘાયલ થયા. સરકારી અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી. સુરક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર એન્ડોંગ, પડોશી કાઉન્ટી ઉઇસોંગ અને સાન્ચેઓંગ અને ઉલ્સાન શહેરમાં 5500થી વધુ લોકોને તેમના ઘર ખાલી કરવાની ફરજ પડી હતી. જ્યાં આગ સૌથી વધુ હતી.

મંગળવારે એન્ડોંગ શહેર અને અન્ય દક્ષિણપૂર્વીય શહેરો અને નગરોના અધિકારીઓએ રહેવાસીઓને સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો હતો કારણ કે ફાયર બ્રિગેડની ટીમો સૂકા પવનોને કારણે લાગેલી અનેક આગને કાબુમાં લેવા માટે સંઘર્ષ કરી રહી હતી. જેના કારણે 43,000 એકરથી વધુ જમીન બળી ગઈ છે અને 1300 વર્ષ જૂના બૌદ્ધ મંદિર સહિત સેંકડો માળખાંનો નાશ થયો છે.

અત્યાર સુધીમાં 16 લોકોના મોત
દક્ષિણ કોરિયા ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલું છે. તેના દક્ષિણ ભાગમાં સાંચિયોંગ નામનો વિસ્તાર છે. આ વિસ્તાર ગાંજાના પાંદડા સાથેના વિવિધ પ્રયોગો માટે સમાચારમાં રહે છે. ઉદાહરણ તરીકે પાંદડામાંથી કપડાં બનાવવા અથવા ઘરોની છત બનાવવા માટે તેનો ઉપયોગ કરવો. સાંચિયોંગ નામના આ વિસ્તારના જંગલોમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગ આસપાસના વિસ્તારોમાં પણ ફેલાઈ ગઈ. આમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે.

આગ અત્યાર સુધીમાં લગભગ 16 હજાર એકરમાં ફેલાઈ ગઈ છે. લગભગ 5500 લોકો પોતાના ઘર છોડીને વિસ્થાપિત થયા છે. 9 હજારથી વધુ કર્મચારીઓ અને 100 થી વધુ હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં રોકાયેલા છે. પરંતુ તીવ્ર અને સૂકા પવનો આગમાં વધારો કરી રહ્યા છે.

આ પણ વાંચો: અમેરિકા ચૂંટણી નિયમોમાં રાતોરાત કર્યા બદલાવ! મતદાન માટે કરવું પડશે આ કામ

આગને કાબુમાં લેવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા
દક્ષિણ કોરિયાના દક્ષિણપૂર્વીય ક્ષેત્રમાં સપ્તાહના અંતે જંગલમાં લાગેલી આગને કારણે ફાયર બ્રિગેડના ઓછામાં ઓછા ચાર સભ્યો માર્યા ગયા હતા અને 1500 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. જેના કારણે કાર્યકારી રાષ્ટ્રપતિ હાન ડક-સૂએ આગને કાબુમાં લેવા માટે તમામ પ્રયાસો કરવા હાકલ કરી હતી.