દિલ્હી કેપિટલ્સના ભૂતપૂર્વ ખેલાડીએ IPL 2025 પહેલા કર્યા લગ્ન, ફોટો થયા વાયરલ

IPL 2025: આઈપીએલ 22 માર્ચથી શરુ થવાની છે. દિલ્હીની ટીમને નવા કેપ્ટન મળશે. આ વચ્ચે દિલ્હી કેપિટલ્સના ભૂતપૂર્વ ખેલાડીએ લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. ક્રિકેટરે જેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આવો જાણીએ.
લલિત યાદવના લગ્ન થયા
દિલ્હી કેપિટલ્સે લલિત યાદવને વર્ષ 2021માં 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. મહત્વની વાત એ છે કે હવે આ ખેલાડી દિલ્હીની ટીમનો ભાગ નથી. લલિત યાદવે આઈપીએલ 2025 આવે તે પહેલા મેરેજ કરી લીધા છે. તેની પત્નીનું નામ મુસ્કાન યાદવ છે. જે શિક્ષિકા છે. 2024માં લલિત અને મુસ્કાનની સગાઈ જુલાઈમાં થઈ હતી. બંનેએ સાથે મેરેજ કરવાનું નક્કી કર્યું હતું. બંનેએ મેરેજ કરી લધા છે અને જેના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
View this post on Instagram
આ પણ વાંચો: IPL 2025 માટે 8 ટીમોના કેપ્ટનના નામ નક્કી, આ 2 ટીમોએ કેપ્ટનની જાહેરાત કરવી પડશે
લલિત યાદવની IPL કારકિર્દી
લલિત યાદવની IPL કારકિર્દીની વાત કરવામાં આવે તો તેણે IPLમાં 27 મેચ રમી છે. લલિતે બેટિંગ કરતી વખતે 305 રન બનાવ્યા છે. તેના બેસ્ટ રન સ્કોરની વાત કરવામાં આવે તો 48 રહ્યો હતો. તેણે 19 ઇનિંગ્સમાં 10 વિકેટ લીધી હતી. તમને જણાવી દઈએ કે લલિતને ફક્ત 2 મેચ રમવાની તક મળી હતી. આ દરમિયાન તેણે 10 રન બનાવ્યા છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં આ ખેલાડીનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે.