December 23, 2024

મેચ જીતની ઉજવણી દરમિયાન ક્રિકેટરનું સ્ટેડિયમમાં જ મોત

અમદાવાદ: કર્ણાટકના ભૂતપૂર્વ ક્રિકેટર કે હોયસાલાએ હાર્ટ એટેકને કારણે નિધન થયું હોવાનું સામે આવ્યું છે. 34 વર્ષની નાની ઉંમરમાં તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. ક્રિકેટના મેદાનમાં વિજયની ઉજવણી સમયે તેમનું નિધન થયું છે. કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે એજીસ સાઉથ ઝોન ટુર્નામેન્ટ દરમિયાન તેમણે છેલ્લા શ્વાસ લીધા છે. જેના કારણે ભારતીય ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

હાર્ટ એટેકથી અવસાન
એજીસ સાઉથ ઝોન ટૂર્નામેન્ટમાં કર્ણાટકની જીત બાદ ટીમ સાથે ઉજવણી થઈ રહી હતી. આ સમયે હોયસલા છાતીમાં દુખાવો થયો હતો. તીવ્ર દુખાવાને કારણે મેદાન પર બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તે હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું નિધન થઈ ગયું હતું. એક અહેવાલ અનુસાર તેમનું મોત ગુરુવારે થઈ ગયું હતું. પરંતુ લોકોને શુક્રવારના રોજ જાહેર કરવામાં આવ્યું છે.

કર્ણાટક પ્રીમિયર લીગમાં ભાગ
તમને જણાવી દઈએ કે હોયસલા મધ્યમ ક્રમના બેટ્સમેન હતા અને બોલિંગમાં પણ માસ્ટર હતા. હોયસલાએ અંડર-25 કેટેગરીમાં કર્ણાટક ટીમનું પણ પ્રતિનિધિત્વ કર્યું હતું. તે કર્ણાટક પ્રીમિયર લીગમાં પણ રમ્યો હતો. મળતી માહિતી અનુસાર હાર્ટ એટેકને કારણે તેનું મોત થયું છે. પરંતુ પોસ્ટમોર્ટમની રાહ જોવામાં આવી રહી છે. જે બાદ કહી શકાશે કે કેવી રીતે તેમનું નિધન થયું છે.

વીજળી પડતા ખેલાડીનું મોત
ઈન્ડોનેશિયાના બાંડુંગમાં ફૂટબોલ (Football) મેચ દરમિયાન વીજળી પડતા (Lightning strikes) એક ખેલાડીનું મોત થયું હતું. ખરાબ હવામાન વચ્ચે રમાઈ રહેલી મેચમાં અચાનક આ ખેલાડીના માથા પર વીજળી પડી હતી. આ ઘટના બાદ હોસ્પિટલમાં લઈ જતી વખતે ખેલાડીનું મોત થયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ફૂટબોલ મેચ ચાલી રહી હતી અને અચાનક તેજ પ્રકાશ સાથે મેદાનના એક ભાગમાં ઉભેલા એક ખેલાડી પર વીજળી પડી અને ત્યાં આગનો ચમકારો થયો હતો. જે ખેલાડી પર વીજળી પડી તે તે જ સમયે મેદાન પર ઢળી પડ્યો હતો.