KKRના ભૂતપૂર્વ ખેલાડી બન્યા બાંગ્લાદેશના કેપ્ટન, મહત્વપૂર્ણ સિરીઝ માટે ટીમની કરાઈ જાહેરાત

Bangladesh National Cricket Team: બાંગ્લાદેશ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચેની આગામી T20 સિરીઝ માટે KKR ના ભૂતપૂર્વ બેટ્સમેન લિટન દાસને બાંગ્લાદેશ ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. લિટન દાસે 16 ખેલાડીઓની યુવા અને પ્રતિભાશાળી ટીમની જાહેરાત કરી છે. બાંગ્લાદેશ 17 અને 19 મેના રોજ શારજાહમાં યુએઈ સામે બે T20 મેચ રમશે. આ બાદ ટીમ 25 મેથી પાકિસ્તાનનો પ્રવાસ કરશે, જ્યાં તે પાંચ મેચની T20 સિરીઝમાં ભાગ લેશે. બંને સિરીઝ માટે લિટન દાસને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

આ ખેલાડીઓને મળી તક
મહત્વની વાત એ છે કે આ વખતે મેહદી હસન મિરાઝને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેમની ગેરહાજરીમાં, મહેદી અને રિશાદ હુસૈન સ્પિન વિભાગ સંભાળશે. ફાસ્ટ બોલિંગ આક્રમણમાં સન મહમુદ, નાહિદ રાણા, મુસ્તાફિઝુર રહેમાન, હઅને શોરીફુલ ઈસ્લામ જેવા બોલરોનો સમાવેશ થાય છે. બેટિંગની વાત કરીએ તો ટીમમાં તંજીદ હસન, સૌમ્ય સરકાર, નઝમુલ હુસૈન શાંતો,અને પરવેઝ હુસૈન ઈમોન જેવા પ્રતિભાશાળી બેટ્સમેન છે. પરંતુ મુખ્ય ધ્યાન તૌહીદ હૃદય પર રહેશે, જે તાજેતરમાં બાંગ્લાદેશ માટે શાનદાર ફોર્મમાં છે અને સતત રન બનાવી રહ્યો છે.

આ પણ વાંચો: નવી જીપ કંપાસની તસવીરો વાયરલ, ટૂંક સમયમાં થઈ શકે છે લોન્ચ

યુએઈ અને પાકિસ્તાન સામેની T20 સિરીઝ માટે બાંગ્લાદેશ ટીમ
નજમુલ હુસૈન શાંતો, તૌહિદ હ્રુદોય, શમીમ હુસૈન, જેકર અલી અનિક, રિશાદ હુસૈન,લિટન દાસ (કેપ્ટન), તન્જીદ હસન, પરવેઝ હુસૈન ઈમોન, સૌમ્ય સરકાર, મહેદી હસન (વાઈસ-કેપ્ટન), તનવીર ઈસ્લામ, મુસ્તફિઝુર રહેમાન, હસન મહમદ, નજમુલ હુસૈન, હસન મોહમ્મદ, શમીમ હસન.