ધોરાજી નગરપાલિકા ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પરિવાર સાથે મતદાન કર્યું

Gujarat local body elections 2025: ધોરાજી નગરપાલિકા ચૂંટણીમા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને તેમના વૃદ્ધ માતુશ્રી શાંતા બેન જસમતભાઈ વસોયા 101 વર્ષે મતદાન કર્યું હતું. ધોરાજીમાં 2017 થી 2022 સુધી કોંગ્રેસ વિકાસના કાર્યો કર્યા છે.
આ પણ વાંચો: બોટાદ નગરપાલીકાની ચૂંટણીમાં વરરાજો મતદાન કરવા પહોંચ્યો, વાજતે ગાજતે વરરાજા મતદાન કર્યુ
લલિત વસોયાએ કહી આ વાત
દાવા સાથે ધોરાજીમાં કોંગ્રેસની પાલિકા બનશે ધોરાજીમાં 36 બેઠકો કોંગ્રેસ કબ્જે કરશે. ઉપલેટામાં ખનીજ માફિયાની દાદાગીરીથી પાંચ સીટ બીજેપી કબ્જે કરી છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. પરંતુ મતદારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેતપુરમાં બીજેપીના જુથવાદને કારણે કોંગ્રેસને ફાયદો મળશે. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનો ચારેય નગરપાલિકા ઉપર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.