June 30, 2024

ડેલ સ્ટેનની ભવિષ્યવાણી, T20 World Cup 2024ની સેમીફાઇનલમાં આ 4 ટીમો પહોંચશે

Dale Steyn Prediction on T20 World Cup 2024: દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેને T20 વર્લ્ડ કપ 2024ને લઈને ભવિષ્યવાણી કરી છે. જેમાં તેમણે 4 ટીમના નામ આપ્યા છે. તેઓનું કહેવું છે કે આ 4 ટીમ સેમિફાઇનલમાં પહોંચી શકે છે. તમને જણાવી દઈએ કે સુપર 8ની શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડને પોતાની 8માં પોતાની પ્રથમ મેચ જીતી લીધી છે. આ વચ્ચે દક્ષિણ આફ્રિકાના પૂર્વ બોલરે સેમીફાઈનલને લઈને ચાર ટીમની ભવિષ્યવાણી કરી છે.

આ ટીમન કરી ભવિષ્યવાણી
દક્ષિણ આફ્રિકાના પૂર્વ બોલરના મતે ભારત , દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ,અને ઓસ્ટ્રેલિયાની ટીમો સેમીફાઈનલમાં પહોંચી શકે છે. ઈંગ્લેન્ડની ટીમનો ઉલ્લેખ તેમણે કર્યો નથી. જોકે ઈંગ્લેન્ડની ટીમનું પ્રદર્શન સારૂં જોવા મળી રહ્યું છે. એમ છતાં ડેલ સ્ટેને પોતાની ભવિષ્યવાણીમાં 4 ટીમમાં ઈંગ્લેન્ડનો સમાવેશ કર્યો નથી, જે ચોક્કસપણે આશ્ચર્યજનક કહી શકાય. વર્ષ 2022ની વાત કરવામાં આવે તો T-20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ટીમ વિજેતા બની હતી. ઈંગ્લેન્ડની ટીમ 2010 અને 2022માં T20 વર્લ્ડ કપનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. ભારતની ટીમની વાત કરવામાં આવે તો 1 વખત જ T20 વર્લ્ડ કપનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Nikhil Uttamchandani (@nikuttam)

ટીમનું પ્રદર્શન સારૂ
હવે જોવાનું એ રહ્યું કે ડેલ સ્ટેને જે ભવિષ્યવાણી કરી છે તે સાચી સાબિત થાય છે કે ખોટી. હાલ તો ઈંગ્લેન્ડની ટીમનું પ્રદર્શન સારૂ જોવા મળી રહ્યું છે. ભારતીય ટીમની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા સુપર 8માં પોતાની પ્રથમ મેચ અફઘાનિસ્તાનની ટીમ સાથે આજે રમાવાની છે. આ બાદ સુપર 8માં અફઘાનિસ્તાન ઉપરાંત ભારતીય ટીમ બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે મેચ રમાવાની છે.