ગાંધીધામમાં પાર્સલમાં મંગાવેલો 140 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો, બી-ડીવીઝન પોલીસની કાર્યવાહી

ગાંધીધામ: પૂર્વ કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવુતીને નેસ્ત નાબુદ ક૨વા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ, વેચાણ કે સેવન ક૨નારા ઇશમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ ત૨ફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને અસ૨કા૨ક પેટ્રોલિંગ ક૨વા જણાવેલ હતું.
પેટ્રોલિંગ દ૨મ્યાન મળેલ હકીકત આધારે ગાંધીધામ જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ બ્લુડાર્ટ કુરીયર સર્વિસની ઓફીસ સેડ નં.સી.10માં આવેલ પાર્સલોની આડસમાં પાર્સલ બોક્ષ નંગ-7ની અંદર આવેલ પેકેટ નંગ-140 જેમાં અંદર ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો રાખીને પાર્સલ બોક્ષ મોકલ્યું હતું. તે પાર્સલ મેળવવા માટે આવેલા ઇસમે પાર્સલ બોક્ષ ન છોડાવી પોલીસની તપાસ બાબતે શંકા જતા ગાંધીધામ શહે૨ છોડી બસ મારફતે નાશી જવાની ફિરાકમાં હોવાનું ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ દરમ્યાન જણાઈ આવ્યું હતું.
જેથી પોલીસ ટીમ દ્વારા આ ગેરકાયદેસર રીતે પાર્સલમાં ગાંજો લાવનાર આરોપીને પકડી પાડી બ્લુડાર્ટ ઓફીસમાં પંચોની હાજરીમાં મળી આવેલ નશીલા પદાર્થ ગાંજો વજન 140 કિલો 600 ગ્રામનો જથ્થો કબ્જે કરી આરોપીની ધરપકડ કરી આરોપી વિરૂદ્ધ The Narcotics Drugs And Psychotropic Substances Act મુજબ કાર્યવાહી કરી આ ગાંજાનો જથ્થો આપવાના હતો. તે આરોપીની તપાસ બાબતે પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધ૨વામાં આવેલ છે.
પકડાયેલ આરોપી:
ધનિાંદકુ માર લખનલાલ પાંડીત ઉ.વ.૨૮ રહે- નવશનીિક િાાંદપુર ર્ાના ફાલ્કા જી-કટીયાર પોસ્ટ અયોધ્યા ગંજ બજાર ન બહાર
ફરાર આરોપી:
કરણ ઉફે શ્યામ રહે-ગાાંધીધામ
કબ્જે કરેલ મુદામાલ:
ગાંજો વજન- 140 કિલો 600 ગ્રામ કિ.રૂ. 14,06,000
મોબાઈલ ફોન નંગ –2, કિં.રૂ. 5100
આધારકાર્ડ કલર ઝેરોક્ષ
પાન કાર્ડ
લાઇટબીલ
સેલોટેપ વિટાડેલ 140 નંગ ઝબલા
પુઠાના 7 નંગ બોક્ષ
પારદર્શક પ્લાસ્ટીક નંગ-7
પ્લાસ્ટીકની પટી નંગ-14
બા૨કોડ સ્ટીક૨ નંગ-7