December 25, 2024

‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ 3 ડોક્ટરને ઘરભેગાં, વારંવાર મળતી ફરિયાદને પગલે કાર્યવાહી

ગાંધીનગરઃ અધિકારીઓ બાદ હવે ડોક્ટર પર દાદાનો દંડો ફર્યો છે. ઓપરેશન ગંગાજળ હેઠળ 3 ડોક્ટરોને તાત્કાલિક ઘરભેગા કરવામાં આવ્યા છે. વારંવાર ફરિયાદ મળતા તેમને સમય પહેલાં જ નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે.

સર્ક્યુલરમાં જણાવ્યા પ્રમાણે, ડૉક્ટર પરેશ શર્મા, અર્જુન બાબરિયા, મનોજ યાદવને ઘરે બેસાડવામાં આવ્યા છે. જંબુસરના મેડિકલ ઓફિસર પરેશ શર્મા, કુતિયાણાના તાલુકા હેલ્થ ઓફિસર અર્જુન બાબરિયા અને બોરિયાણા મેડિકલ ઓફિસર મનોજ યાદવને ઘરભેગા કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ અધિકારીઓ સામે અવારનવાર ફરિયાદો મળતી હતી. ત્યારે તાત્કાલિક તેમને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે.