આખરે BZ ગ્રુપની પોન્ઝી સ્કિમ સ્કેમ મામલે કાર્યવાહી, ભુપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાઈ
ગાંધીનગરઃ NEWS CAPITALના અહેવાલ બાદ BZ ગ્રુપના ભુપેન્દ્રસિંહ ઝાલા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે રોકાણકારની પોલીસ ફરિયાદ ન લેતા NEWS CAPITALમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ CID ક્રાઈમે તપાસ હાથ ધરી હતી અને આ મામલે રોકાણકારનું નિવેદન લીધું હતું.
આ મામલે ફરિયાદી સુરેશભાઈ કાળાભાઈ વણકરે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. BZ ગ્રુપના CEO ભુપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા તેમજ નિકેશ પટેલ અને મળતિયા એજન્ટો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. ગાંધીનગર CID ક્રાઈમમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. 4.50 હજારના રોકાણ કરાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે, બીઝેડ ગ્રુપે 6 હજાર કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવ્યું છે. સરકાર માન્ય હોવાનું કહીને લોકોને છેતરવામાં આવતા હતા. MSMEના સર્ટિફિકેટના નામે લોકોને છેતર્યા હતા. 10 હજારથી કરોડો રૂપિયા સુધીનું રોકાણ કરાવતા હતા.