January 6, 2025

સમયસર પાણી ન મળતા 150 ખેડૂતોના ગાંધીનગરમાં ધામા, આંદોલનની ચીમકી ઉચ્ચારી

gandhinagar farmers protest khardi village water issue

મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલન કરવા માટે પહોંચ્યા છે.

ગાંધીનગરઃ શહેરમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યાં છે. સૌરાષ્ટ્રના કલાવડા તાલુકાના ખરડી ગામના ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા છે. એકબાજુ ઉનાળો આવવાની તૈયારી છે, ત્યાં પાણીની સમસ્યા સર્જાતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, સૌરાષ્ટ્રના કલાવડા તાલુકાના ખરડી ગામના ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા છે. અંદાજે 150 જેટલા ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા છે. ઉનાળાની સિઝન શરૂ થાય તે પહેલાં ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે. સૌની યોજના લીક 3 હેઠળ ખેડૂતોને પાણી આપવા માટે માગ કરી રહ્યા છે.

ખરડી ગામ સહિત આસપાસના ગામના ખેડૂતો પાણી માટે વલખાં મારી રહ્યા છે. ત્યારે તમામ ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા છે અને તેમણે સરકારી યોજના હેઠળ પાણીની માગ કરી છે.

ખેડૂતોએ જણાવ્યુ છે કે, તેમને સમયસર પાણી નહીં મળે તો પાકને મોટા પ્રમાણમાં નુકસાન થશે અને તેને કારણે તેમને ખોટ ભોગવવાનો વારો આવશે. જો ખેડૂતોને પાણી સમયસર આપવામાં નહીં આવે તો શિયાળુ પાકને પણ નુકસાન થશે.

શિયાળુ પાક જેવા કે, જીરું, ચણા, ધાણા, લસણ, ડુંગળી, ઘઉં, રાયડો, એરંડા જેવા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતા છે. ત્યારે જો ચૂંટણી પહેલાં પાણી આપવામાં નહીં આવે તો ખેડૂતો વિરોધ કરશે.