July 1, 2024

રાજ્ય સરકાર ફાયર એક્ટમાં સુધારો કરવાની તૈયારી, સૂચનો મંગાવ્યા

મલ્હાર વોરા, ગાંધીનગરઃ ઘોડા છૂટી ગયા બાદ હવે સરકાર તબેલાને તાળા મારવાની કવાયત હાથ ધરી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ હવે સરકાર સફાળી જાગીને ફાયર એક્ટમાં સુધારો કરવાની હાથ ધરી છે. રાજ્ય સરકારે એક્ટમાં સુધારો કરવા માટે અધિકારીઓ પાસેથી સૂચનો પણ મંગાવ્યા છે.

રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર સફાળી રીતે જાગી છે. હવે સરકાર પ્રિવેન્શન ફાયર એક્ટમાં સુધારો કરવાની ચાલી રહી છે. રાજ્યમાં ભીડભાડવાળી જગ્યા કે કોમર્શિયલ એકમો સહિત મોલ, મલ્ટિપ્લેક્સ જેવી જગ્યાઓ પર ફાયર સેફ્ટીની વ્યવસ્થા વધુ મજબૂત કરવી પડશે. આ ઉપરાંત એક ખાનગી ફાયર ઓફિસર પણ તેના કરવો પડશે.

નોંધનીય છે કે, રાજ્યમાં હરણી બોટકાંડ, તક્ષશિલા કાંડ, મોરબી બ્રિજ બાદ હવે રાજકોટ અગ્નિકાંડ બાદ હવે સરકાર ફાયર એક્ટમાં સુધારો કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ એક્ટમાં સુધારો કરવા માટે ઘણા અનુભવી કર્મચારીઓ પાસેથી વિગતો મગાવી છે. જો કે, એક્ટમાં સુધારા બાદ હવે રાજ્ય સરકાર આગામી ચોમાસા સત્ર દરમિયાન આ બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કરીને તેનો રાજ્યમાં અમલ કરવાની કવાયત હાથ ધરી છે.