September 14, 2024

સલીમ-સુલેમાનના શાનદાર પરફોર્મન્સથી ગાંધીનગર યુનિવર્સિટીમાં પ્રેક્ષનેકો મંત્રમુગ્ધ

ગાંધીનગર: ગાંધીનગર યુનિવર્સિટી (GU) ફરી એકવાર હેડલાઇન્સ બનાવી રહી છે. આ વખતે માત્ર તેના શૈક્ષણિક કૌશલ્ય માટે જ નહીં પરંતુ શૈક્ષણિક નવીનતા અને કલ્ચર એક્સ્ટ્રાવેગેન્ઝાના ગ્રાઉન્ડબ્રેકિંગ મિશ્રણ માટે પણ ચર્ચામાં છે. તાજેતરમાં જ ગાંધીનગર યુનિવર્સીટી ખાતે પ્રખ્યાત બૉલીવુડ ડ્યુઓ સલીમ- સુલેમાનના શાનદાર પરફોર્મન્સ સાથે પ્રેક્ષકો મંત્રમુગ્ધ બન્યા. ઉલ્લેખનીય છે કે આરજે રોકીબોય દ્વારા આ સમગ્ર ઇવેન્ટ હોસ્ટ કરવામાં આવી હતી. સમગ્ર શહેરમાં સંગીતમય વાતાવરણ છવાઈ ગયું હતું.

આ સમગ્ર ઇવેન્ટ પાછળ મુખ્ય ભૂમિકા ભજવનાર ગાંધીનગર યુનિવર્સિટીના પ્રભાવશાળી વાઇસ ચાન્સેલર શ્રીમતી વિનીતા રોહેરાએ તેમના વિદ્યાર્થીઓ માટે સલીમ સુલેમાન જેવા પ્રખ્યાત કલાકારોને હોસ્ટ કરવા બદલ ગર્વ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, “ગાંધીનગર યુનિવર્સિટીમાં અમે વિદ્યાર્થીઓ માટે વિવિધ ઉત્સવોનું આયોજન કર્યું હતું. તેમને તેમની પ્રતિભા દર્શાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. જઝબા અમારો વાર્ષિક કલ્ચર ફેસ્ટિવલ છે અને જઝબા 2024 એ ઇન્ટર યુનિવર્સિટી કોમ્પિટિશન તરીકે સમગ્ર ગુજરાતમાંથી પાંચ હજારથી વધુ પાર્ટિસિપન્ટ્સની રેકોર્ડ સંખ્યામાં જોવા મળી હતી. ગાંધીનગર યુનિવર્સીટી ખાતે ફેકલ્ટીઓ સાથે ત્યાં લગભગ અઢીસો વિદ્યાર્થીઓ હતા જેઓ ઇવેન્ટનેસફળ બનાવવા માટે માટે ઉત્સાહપૂર્વક કામ કરી રહ્યા હતા. આ કોન્સર્ટનું આયોજન અમે તે બધા માટે પ્રશંસાના પ્રતીક તરીકે કર્યું હતું અને આ માટે મેં સલીમ સુલેમાનની પસંદગી કરી કારણકે તેઓ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ છે.”

ગાંધીનગર યુનિવર્સિટી કેમ્પસમાં બોલિવૂડના ચાર્ટબસ્ટર મ્યુઝિશિયન અને કમ્પોઝર ડ્યુઓ સલીમ અને સુલેમાન મર્ચન્ટે તેમના દમદાર પરફોર્મન્સથી સ્ટેજ પર ધૂમ મચાવી દીધી હતી અને લાઈવ મ્યુઝિક સાથે લોકો ડાન્સ કરવા પાર મજબૂર થઈ ગયા હતા. “જ્યારે પણ અમે અમદાવાદ આવીયે છીએ ત્યારૅ અમને અહીં ઘર જેવું લાગે છે. અમને અહીંની સ્વાદિષ્ટ વાનગીઓ અને એમાં પણ ખાસ કરીને ગુજરાતી થાળી ખૂબ પસંદ છે. લોકોની હૂંફ, તેમની સાદી જીવનશૈલી અને અહીંનું વાતાવરણ શાંત પ્રેમાળ અને આતિથ્યશીલ છે. અહીં એક દિવસ ઓછો પડે છે અને સાંજ પડતાં જ અમે પ્રેક્ષકોનું મંનોરંજન કરીયે છીએ.”- સલીમ મર્ચન્ટે જણાવ્યું હતું. લોકપ્રિય ગુજરાતી ગાયિકા ભૂમિ ત્રિવેદીએ પણ તેમના બેન્ડના ભાગ રૂપે પરફોર્મ કર્યું હતું.

ગાંધીનગર યુનિવર્સિટી દ્વારા આયોજિત મચ અવેઇટેડ કલ્ચર ફેસ્ટિવલ જઝબા, સમગ્ર એજ્યુકેશન ઇન્સ્ટિટયુશન્સમાં વિદ્યાર્થીઓ માટે કલાત્મક અભિવ્યક્તિ અને પ્રતિભા પ્રદર્શિત કરવાના પ્રતીક તરીકે ઊભું રહ્યું. ઔદ્યોગિક નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ કોમ્પિટિશન્સ અને ગાઈડન્સની તકોના એકીકૃત મિશ્રણને સુનિશ્ચિત કરીને ઘણાં મહિનાઓથી ઝીણવટપૂર્વક તૈયારીઓ કરીને આયોજન કરવામાં આવ્યું હતું. જઝબા 2024માં તમામ કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓની ભાગીદારીમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો હતો.

મેન્ટર અને જ્યુરી મેમ્બર તપન વ્યાસે સિલેક્શન પ્રોસેસ અને ઇવેન્ટ સુધીની દરેક તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. ઉપરાંત બોલિવૂડ ડિરેક્ટર વિનય મહાજને વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે વિનિતા રોહેરાના કૌશલ્યની પ્રશંસા કરી.

GIEEEના બ્લેન્ડિંગ લર્નિંગ પ્રોગ્રામ (BLP) સાથેના તાજેતરના સહયોગ સાથે ગાંધીનગર યુનિવર્સિટી નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે છે. ગાંધીનગર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. કમલેશ વી.એન, વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક અને કલાત્મક પ્રયાસો માટે અત્યાધુનિક સંસાધનો પૂરા પાડવા, શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં નવા ધોરણો સ્થાપિત કરવા માટે ગાંધીનગર યુનિવર્સિટીના સમર્પણને સમર્થન આપ્યું હતું. જઝબા 2024નું સમાપન થયું છે પરંતુ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધ્યો છે.