September 8, 2024

કાજુના મોદક બનાવી બાપ્પાને કરો અર્પણ, કોઈ જ સ્ટિમિંગ વગર બનશે મસ્ત મીઠાઈ

Kaju Modak Recipe: ગણેશ ચતુર્થીનો તહેવાર હવે થોડા જ દિવસમાં આવી રહ્યો છે. 10 દિવસ જેવી દાદાની સ્થાપના લોકો ઘરે કરતા હોય છે. લોકો બાપ્પાની ભક્તિમાં લીન થઈ જતા હોય છે. 10 દિવસ દાદાને મનગમતી વસ્તુનો પ્રસાદ ધરવામાં આવે છે. ગણેશને સૌથી વધારે પસંદ હોય તો તે છે લાડવા. ભાવતા ભોજનમાં સૌથી પહેલું નામ મોદક આવે છે. ત્યારે અમે તમારા માટે કાજુના મોદકની માહિતી લઈને આવ્યા છીએ. જે ઓનલી 15 મિનિટમાં તૈયાર થઈ જશે.

કાજુ મોદક માટેની સામગ્રી
1 કપ કાજુ
અડધો કપ ખાંડ
થોડું દૂધ
ભરવા માટે પિસ્તા
દૂધમાં પલાળેલું કેસર

આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો આ રીતે ક્રન્ચી સાબુદાણાનાં વડાં

કાજુના મોદક બનાવવાની રીત
કાજુના મોદક બનાવવા માટે સૌથી પહેલા તમારે કાજુને ધીમી આંચ પર શેકવાના રહેશે. હવે કાજુ પાવડરમાં અડધો કપ ખાંડનો પાવડર ઉમેરવાનો રહેશે. આ પછી તેને સારી રીતે મિક્સ કરી દો. હવે તેમાં થોડું થોડું દૂધ ઉમેરો. આ પછી તેને સારી રીતે મસળી લો. તમે લાડવા બનાવવા બીબામાં મૂકો. બીબામાં આ સામગ્રી એવી રીતે મૂકો કે વચ્ચે તમે પિસ્તા ઉમેરી શકો. આ બાદ તેને લાડવાનો ઘાટ આપી દો. તૈયાર છે તમારા કાજુના મોદક હવે પૂજાની થાળીમાં મોદક મૂકો અને મોદકની ઉપર દૂધમાં પલાળેલું કેસર મૂકો. તૈયારે છે ગણેશ જી નો મસ્ત પ્રસાદ.