December 8, 2024

મોટી કુકાવાવ ગામેથી પકડાયું દેહવ્યાપારનું રેકેટ, ગેંગરેપ કેસમાં થયો મોટો ખુલાસો

દશરથસિંહ રાઠોડ, Amreli: અમરેલી જિલ્લામાં કયારે પણ ક્રાઈમ સંબંધિત કયારે પણ સમાચારો સાંભળવા ના મળે. પરંતુ હવે સમય બદલાતા આ રૂડું અને રળિયામણું અમરેલી જાણે ક્રાઈમની દુનિયામાં કદમ રાખી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. એક પછી એક એવા બનાવો સામે આવી રહ્યા છે કે કદાચ આ વાત પર ભરોસો પણ ના આવે. એવો જ એક બનાવ સામે આવ્યો હતો, જેમાં મોટી કુંકાવાવ ગામે ગેંગ રેપ થયો હતો. આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. ગેંગરેપ બાદ દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં મુખ્ય સૂત્રધાર મહિલાની ધડપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: મેચ ફિક્સિંગ સંબંધિત કેસમાં 3 ક્રિકેટરોની ધરપકડ

ગરીબ ઘરની દીકરીઓનો દેહવ્યાપાર
મોટી કુંકાવાવ ગામે ગેંગ રેપમાં નવો વળાંક સામે આવ્યો છે. દયાબેન રાઠોડ નામની મહિલાની સામે ગરીબ વર્ગની છોકરીઓને દેહવ્યાપાર કરવાની ફરિયાદ થઈ હતી. જેમાં પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ પછી મુખ્ય જે આરોપી હતા દયાબેન તેની ધડપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.