January 6, 2025

Maha Kumbh 2025 પહેલા ગંગા રેલ બ્રિજનું PM મોદી કરશે ઉદ્ઘાટન

Ganga Rail Bridge: જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનામાં પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું આયોજન થશે. રેલ્વે વિભાગે અગાઉથી જ સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે. મહાકુંભ માટે રેલવેની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. અશ્વિની વૈષ્ણવ 8 ડિસેમ્બરે પ્રયાગરાજ જશે. આ સમયે રેલ્વે બોર્ડના સીઈઓ અને ચેરમેન સતીશ કુમાર પણ હાજર રહેશે. ત્યાં પહોંચીને રેલ્વે મંત્રી મહાકુંભ 2025 માટે રેલ્વેની શું તૈયારીઓ છે તેની સમીક્ષાઓ કરશે. આ બાદ વડાપ્રધાન મોદી ગંગા રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે.

આ પણ વાંચો: અમેરિકાના કેલિફોર્નિયામાં ભૂકંપના જોરદાર આંચકા, સુનામીનું એલર્ટ જાહેર કર્યા બાદ રદ

મોદી લેશે પ્રયાગરાજની મુલાકાત
મહાકુંભ 2025 માટે રેલવેનું બજેટ 950 કરોડ રૂપિયાથી વધુ ફાળવવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરે પ્રયાગરાજની મુલાકાત લઈ શકે તેવી સંભાવનાઓ છે. આ સમયે તેઓ લવે બ્રિજનું ઉદ્ઘાટન કરશે. તમને જણાવી દઈએ કે ગંગા બ્રિજનું નિર્માણ કાર્ય 2019 માં શરૂ કરવામાં આવ્યું હતું. મહાકુંભ પહેલા જ ટ્રેનોને ચાલુ કરી દેવામાં આવશે. પ્રયાગરાજમાં સીએમપી ડિગ્રી કોલેજ પાસેનો રેલ ઓવર બ્રિજ અને ઝુંસી અને રામબાગ વચ્ચેના ટ્રેક છે તેને પણ બમણો કરી દેવામાં આવ્યો છે. જેમાંથી રોજની 200 જેટલી ટ્રેનો પસાર થાય છે. આ ટ્રેકનો ફાયદો એ થશે કે પ્રયાગરાજ કોલકાતા, પ્રયાગરાજ ગોરખપુર, દિલ્હી-કોલકાતા, હાવડા, પ્રયાગરાજ પટના વચ્ચેની ટ્રેનોની ગતિ વધી જશે. જેનો ફાયદો મુસાફરોને થશે.