ગાંધીનગરના સેક્ટર- 4 ખાતે ગેસના બાટલામાં બ્લાસ્ટ, આગ પર કાબુ મેળવવા આવેલ 4 ફાયરકર્મી ઇજાગ્રસ્ત

Gandhinagar: ગાંધીનગરમાં મોડી રાતે સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી જવા પામી હતી. ગાંધીનગરના સેક્ટર- 4 ખાતે આગ બાદ ગેસની બોટલમાં બ્લાસ્ટ થયો છે. ઇલેક્ટ્રિક ડીપીમાં આગ લાગ્યા બાદ ગેસના બાટલામાં બ્લાસ્ટ થયો હતો.
મળતી માહિતી અનુસાર ગાર્ડનના ટોયલેટ પાસે ડીપીમાં આગ લાગ્ય બાદ બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે આગ પર કાબુ મેળવવા આવેલ 4 ફાયર કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ 4 ફાયર કર્મીઓને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. નોંધનીય છે કે, ઇજાગ્રસ્ત ફાયર કર્મીની તબિયત લથડી જતા વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખેસડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, જૈશ કમાન્ડર સૈફુલ્લાહ સહિત 3 આતંકી ઠાર