હીરા ઉધોગમાં મંદીના કારણે વેલંજામાં રત્નકલાકારે વીડિયો બનાવી કર્યો આપઘાત

Surat Crime News: વેલંજામાં રત્નકલાકારે વીડિયો બનાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. રત્નકલાકારે વીડિયો વાયરલ કરી આત્મહત્યા કરી લીધી હતી. હીરા ઉધોગમાં મંદીના કારણે વધુ એક રત્નકલાકાર પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચો: તનુશ્રી સરકારે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, એક મેચમાં બે સદી ફટકારીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી
રત્નકલાકારે વીડિયો વાયરલ કરી
સુરતમાં કેટલાય વર્ષથી હીરામાં મંદી જોવા મળી રહી છે. જેનું પરિણામ એ આવ્યું કે મોટા ભાગના હિરાના કારિગરો આર્થિક સંક્રમણને કારણે આત્મહત્યા કરી રહ્યા છે. ફરી વાર એવો જ બનાવ સુરતમાં સામે આવ્યો છે. વેલંજામાં રત્નકલાકારે વીડિયો બનાવી આપઘાત કર્યો હતો. જેનો વીડિયો પણ રત્નકલાકારે બનાવી લીધો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે એક વર્ષમાં આત્મહત્યાનો આંકડો 65 પર પહોચ્યો છે.