May 12, 2024

કર્મચારીઓને વિદેશ ટૂરનું આપ્યું ગિફ્ટ, હવે કંપનીનો વધ્યો ગ્રોથ

Employee Motivation: કામ અને જિંદગીની વચ્ચે સંતુલન બનાવવું એ પણ એક કળા છે. આમાંથી કોઈ પણ પલડુ ભારે થઈ જાય તે તે તમારા કામને તો પ્રભાવિત કરશે આ સાથે તમારી જિંદગીને પણ અસર કરે છે. આથી મહેનતથી કામ કરતા સમયે કેટલાક નાના નાના બ્રેક લેવા જોઈએ. જેથી સંતુલન જળવાઈ રહે. આ વર્ક લાઈફ બેલેન્સથી તમે અને તમારા પરિવારના લોકો પણ પ્રસન્ન રહે છે. આ સાથે કામમાં પ્રોડક્ટીવીટી પણ વધતી ઘટતી રહે છે. કેટલીક કંપનીઓ બ્રેકના મહત્વને સમજે છે. આ માટે કર્મચારીઓને ખુશ રાખવા માટે નવી નવી રીતો અજમાવતા હોય છે. આજે અમદાવાદની એક એવી કંપનીની જ વાત કરવી છે. જે પોતાના કર્મચારીઓને અજરબેનના બાકુ ફરવા લઈ ગઈ હતી. આ ટ્રિપનો સંપુર્ણ ખર્ચ કંપની ઉપાડી રહી છે. મહત્વનું છે કે, કંપનીઓ સાથે જનારા મોટાભાગના કર્મચારીઓએ પહેલી વખત વિદેશ યાત્રા કરી છે.

આ પણ વાંચો: રામાયણના સેટ પરથી રણબીર અને સાઈ પલ્લવીની ફોટો થઈ વાયરલ

2016થી અત્યાર સુધીમાં 12 ટ્રિપ
એક્સીલેન્ડ પબ્લિસિટી એક મીડિયા એન્ડ એડવરડાઈઝિંગ ફર્મ છે. કર્મચારીઓને ખુશ કરવાનો પ્રયાસ કંપની દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે. વર્ષ 2016થી આ પ્રકારની ટ્રિપનું આયોજન થયું આવ્યું છે. આ કંપની પોતાના કર્મચારીઓને અત્યાર સુધીમાં દેશ વિદેશની લગભગ 12 ટુરિસ્ટ ડેસ્ટિનેશન ફરાવી ચુકી છે. કંપની તરફથી બાકૂની આ યાત્રા તેમની ચોથી ઈન્ટરનેશનલ ટ્રિપ છે. આ ટ્રિપનું આયોજન માર્ચ, 2024માં કરવામાં આવ્યું હતું. આ અંગે કંપનીએ કહ્યું કે, કુલ 55 કર્મચારીઓને આ પ્રવાસની તક મળી હતી. જેમાંથી 15 લોકો પહેલી વખત પ્લેનમાં બેઠા હતા, જ્યારે 43 લોકોએ પહેલીની પહેલી ફોરેન ટૂર હતી.

આગામી 2 ટૂરની કરી જાહેરાત
કંપનીના કર્મચારીઓને મોટિવેશન આપવા માટે કંપનીએ આગામી બે ટ્રીપની પણ જાણકારી જાહેર કરી છે. જેમાં 1 નવેમ્બર, 2024ના ગોવા ટૂર થશે. તો ઓગસ્ટ 2025ના સિંગાપુર ટ્રીપનું આયોજન થશે. કંપનીએ કર્મચારીઓને બાકૂ યાત્રાને લઈને અલગ અલગ અનુભવો સોશિય મીડિયામાં પોસ્ટ કરવાના કહ્યા હતા.

કર્મચારીઓએ કંપનીનો માન્યો આભાર
કર્મચારીઓએ કંપનીનો આભાર માનતા કહ્યું કે, તમે અમારી ટ્રિપને યાદગાર બનાવી નાખી છે. અમે બધા એક પરિવારની રીચે સાથે સાથે રહી રહ્યા છીએ.