November 5, 2024

દીવના તમામ બિચ પર 3 મહિના સુધી ન્હાવાનો પ્રતિબંધ

ગીર સોમનાથઃ દીવના તમામ બીચ પર 3 માસ સુધી ન્હાવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. દરિયામાં ભારે કરંટ હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આગામી 1 જૂનથી 1 ઓગસ્ટ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, દીવના દરિયામાં ભારે કરંટ હોવાને કારણે ત્યાં ન્હાવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આગામી ચોમાસા દરમિયાન દરિયામાં ભારે કરંટ જોવા મળતો હોય છે. તેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. દીવના તમામ બીચ પર આગામી ત્રણ મહિના સુધી ન્હાવા માટે પ્રતિબંધ મૂક્યો છે.

દીવના નાગવા અને ઘોઘલા બીચ પર સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળે છે. ત્યારે તમામ બીચ પર સુરક્ષાકર્મીઓ ખડકી દેવામાં આવ્યા છે. સહેલાણીઓ દરિયામાં ન ન્હાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીસ વિભાગ સહિત તંત્ર પણ આ બાબતે સક્રિય છે.

હાલ ઉનાળાના સમયને લઈને સહેલાણીઓનો ધસારો જોવા મળ્યો હતો. ત્યારે મોટા પ્રમાણમાં સહેલાણીઓ દીવના વિવિધ બિચ પર ન્હાવા માટે જતા હોય છે. તેને પગલે આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈને આગામી 3 મહિના સુધી ન્હાવાની મજા નહીં માણી શકે.