December 5, 2024

ગીરના ખેડૂતે શરૂ કરી કેસરની ખેતી, ઓનલાઇન જોઈને શીખ્યો!

અરવિંદ સોઢા, ગીર-સોમનાથઃ તાલાલાના પીપળવા ગામે ખેડૂતે કાશ્મીરી કેસરની અનોખી ખેતી કરી છે. આ ખેતી સામાન્ય ફળની જેમ ખેતરમાં નહીં પરંતુ કોલ્ડમાં કરવામાં આવે છે. આ ઉપજ મેળવવા માટે 2 કોલ્ડ સ્ટોરેજ ઊભા કરી ખેડૂતે રૂ.40 લાખનો ખર્ચ કર્યો છે.

સામાન્ય રીતે કેરીની વાત આવે એટલે તલાલાની પ્રખ્યાત કેરીનું નામ સામાન્ય માનવીના મનમાં આવે ત્યારે આજના સમયમાં તાલાલાનાં ખેડૂતો પણ આધુનિક ખેતી કરતા થયા છે. વાત છે તાલાલા તાલુકાના પીપળવા ગામના ખેડૂત રામ વનરાજની. તેમણે અગ્રિકલ્ચરમાં અભ્યાસ કર્યો છે અને અમેરિકા રહેતા તેમના કાકાની વાતથી પ્રેરાઈ અને કાશ્મીરમાં કેરી થાય છે તેની ખેતી કરવા માટેની શરૂઆત કરી છે. આ ખેતી સામાન્ય ખેતરમાં નહીં પરંતુ કોલ્ડ રૂમમાં થાય છે. તેના માટે રૂ.40 લાખનો ખર્ચ કરી આધુનિક કોલ્ડ સ્ટોરેજ રૂમમાં બનાવવામાં આવ્યા છે. આ કેરીના બિયારણ પણ કાશ્મીરથી લાવવામાં આવ્યા છે, જેનું તાપમાન પણ સતત નિયંત્રિત રાખવામાં આવે છે.

વિષય નિષ્ણાત અને બાગાયત અધિકારી આ અંગે જણાવતા કહે છે કે, સૌથી વધુ સેફરોન કેસરની ખેતી કાશ્મીરમાં થાય છે. ત્યારે હવે એ ખેતી ગુજરાતમાં પણ થઈ રહી છે. આપણું વાતાવરણ અનુકૂળ નથી, તેથી પીપળવા ગામના ખેડૂતે તેના માટે કોલ્ડ સ્ટોરેજ સહિત સુવિધાઓ ઊભી કરી છે. આ કેસરનું ઉત્પાદન શરૂ કર્યું છે. ત્યારે હાલ કેસરનો બજારમાં તેનો ભાવ 900થી 1000 રૂપિયા પ્રતિ ગ્રામનો ભાવ છે. મહ્દઅંશે તેમને સફળતા તો મળી છે, પરંતુ શરૂઆતમાં ખર્ચ ખૂબ વધુ થાય છે અને સતત તેનું તાપમાન પણ જાળવવું પડે છે. તેમજ 24 કલાક પાવર સપ્લાયની પણ જરૂરિયાત રહે છે.

અમારા ગામનો યુવાને કાશ્મીરી કેસરની ખેતી ઓનલાઈન જોઈને આ ખેતીનું વાવેતર કરી રહ્યો છે. તેમના કાકાએ તેમને પ્રોત્સાહન આપ્યું છે. જે રીતે ગીરની કેરી, ગીરનો સિંહ વિશ્વવિખ્યાત છે, તેમ હવે ગીરનું કેસર પણ વિખ્યાત થશે. જે રીતે અમે લોકો આ ખેતી કરી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપીશું. આ ખેતી કરવા માટે જગ્યા ઓછી હોવા છતાં પણ આ ખેતી કરી શકાય છે. આ ખેતી કરવામાં વાતાનૂકુલિન કોલ સ્ટોરેજ જરૂર પડે છે, જે એક વાર ખર્ચાળ છે, પછી ખાલી તેનું ટેમ્પરેચર મેન્ટેઇન કરવું પડે છે, બાકી કોઈ ખર્ચો નથી અને સારી એવી આવક મળે છે.