જંબુસરની યુવતીને ગંભીર હાલતમાં કરાય હોસ્પિટલમાં દાખલ, પરિવારનો દુષ્કર્મ આચાર્યનો આક્ષેપ

Surat News: રાજ્યમાં જાણે હવે મહિલા યુવતીઓ સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યુ છે. કારણ કે અવારનવાર દુષ્કર્મ, શારીરિક શોષણ કે, પછી સ્ત્રી અત્યાચારના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે જંબુસરની યુવતીને ગંભીર હાલતમાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી છે અને પરિવારનો આક્ષેપ છે કે, યુવતી પર અજાણ્યા ઈસમે દુષ્કર્મ આચાર્ય બાદ તેને માર મારવામાં આવ્યો છે. તો યુવતીના શરીર પર ચાર જેટલા યુવકો દ્વારા ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા આક્ષેપ કરાયો છે. આ સમગ્ર મામલે જંબુસર પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી વાત પણ પરિવારના સભ્યો કહી રહ્યા છે. હાલ આ યુવતીને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં વધુ સારવાર માટે લાવવામાં આવી છે.
યુવતી પર દુષ્કર્મની આશંકા
જંબુસરની એક યુવતીને સરફાન નામનો ઈસમ સોમવારે પોતાની સાથે લઈને આ બાદ મંગળવારે ગંભીર હાલતમાં ઘરે મૂકી ગયો હતો. ત્યારબાદ યુવતીના પરિવારના સભ્યો દ્વારા યુવતીને સારવાર માટે જંબુસરની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં યુવતીની સારવાર દરમિયાન હાલત વધારે ગંભીર થતા સુરતની સ્મીમેર હોસ્પિટલમાં યુવતીને વધુ સારવાર માટે ખસેડવામાં આવી છે. પરિવારના સભ્યોએ યુવતી પર દુષ્કર્મની આશંકા વ્યક્ત કરી છે. તો બીજી તરફ જંબુસર પોલીસ દ્વારા પણ આ બાબતે યુવતીને માર મારનારા ઇસમો સામે કોઈ કાર્યવાહી ન કરતા હોવાના આક્ષેપ કર્યા છે.
પરિવારના સભ્યો દ્વારા આક્ષેપ
સુરતની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી યુવતીની બહેન દ્વારા મીડિયા સાથે વાતચીત કરતા જણાવવામાં આવ્યુ હતું કે સોમવારે સરફાન નામનો તેને પોતાની સાથે લઈ ગયો હતો. આ 22 વર્ષની યુવતીને સરફાને પોતાના ઘરે લઈ જઇ તેની સાથે મારઝૂડ કરી હતી. સરફાનની સાથે અન્ય 3 ઈસમો લુકમાન, ઈરફાન દ્વારા અસલમ નામના ઈસમો દ્વારા યુવતી સાથે મારઝૂડ કરવામાં આવી હોવાનો પરિવારના સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: LSG ખેલાડી અને વૈભવ સૂર્યવંશીનો વીડિયો થયો વાયરલ, સાંભળીને તમે પણ હસી પડશો
યુવતી ગાડી પરથી પડી ગઈ
યુવતીની બહેન દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, સરફાન સોમવારે યુવતીને ઘરે લઈ ગયો અને યુવતીને માર માર્યા બાદ રાત્રે યુવતીને લઈ જવા માટે ફોન કર્યો હતો. બીજા દિવસે મંગળવારે સરફાન યુવતીને ઘરે મૂકવા આવતો હતો. તે સમયે રસ્તામાં માર મારવામાં આવ્યો હતો અને ઘરે આવ્યા બાદ યુવતી ગાડી પરથી પડી ગઈ છે તેવું જણાવવામાં આવ્યું હતું. જોકે યુવતીની હાલત ખૂબ ગંભીર હોવાના કારણે પરિવારના સભ્યો તેને જંબુસરની હોસ્પિટલમાં લઈ ગયા અને આ બાબતે પોલીસમાં ફરિયાદ પણ કરી પરંતુ જંબુસર પોલીસ દ્વારા કોઈપણ કાર્યવાહી ન કરાતી હોવાના આક્ષેપ પરિવારે કર્યા છે. તો જંબુસરની હોસ્પિટલમાં યુવતીની સારવાર ન થઈ શકી હોવાના કારણે તેને સુરતમાં રિફર કરવામાં આવી છે. આ ઉપરાંત પરિવારના સભ્યો દ્વારા યુવતી સાથે રેપ થયો હોવાના આક્ષેપો પણ કરાયા છે.