December 22, 2024

GMCની આજે મળી પહેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, ભરતી-બઢતી સહિત 37 મુદ્દાઓ પર ચર્ચા

મલ્હાર વોરા, ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાની નવનિયુક્ત બોર્ડની આજે સ્ટેન્ડીગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં 37 જેટલા મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે આ બેઠકમાં મહાનગરપાલિકા હસ્તક થતી ભરતીઓ ઉપરાંત બઢતી અને ફાયર વિભાગના મહેકમ મુદે ચર્ચા કરીને નિર્ણય કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર મહાનગરપાલિકાની નવી બોડીની રચના થાય બાદ આજે પ્રથમ વખત સ્ટેન્ડીગ કમિટીની બેઠક મળી હતી. સ્ટેન્ડીગ કમિટીની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. તો, બીજી તરફ કમિટીની પ્રથમ બેઠકમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ફાયરમાં નવી ભરતીની મંજૂરી આપવામાં આવી છે. ગાંધીનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ફાયરની નવી જગ્યાઓ માટે મંજૂરી છે. આ ઉપરાંત ચાર ઝોનના ચાર સ્ટેશનમાં ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ફાયરમાં 108 નવી ભરતી કરવામાં આવશે. તો બીજી તરફ ચીફ ફાયર ઓફિસર, સ્ટેશન ઓફિસર, સુપ્રિટેન્ડન્ટ, ફાયરમેન કમ ડ્રાઈવર અને ક્લાર્કની ભરતી કરવામાં આવશે.

આ ઉપરાંત આજની સ્ટેન્ડીગ કમિટીની બેઠકમાં મહાનગરપાલિકા દ્વારા 20 હજારની મર્યાદામાં ખુરશી ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે કુલ એક લાખ ક્રમશઃ ખરીદાશે ખુરશી આ ઉપરાંત તમામ ખરીદી બધી જ એમપેનલ કરીને કરવામાં આવશે, આ સિવાય અલગ અલગ ભરતી બઢતીના નિયમો ને બહાલી અપાઈ છે. તદુપરાંત, 67 સરકારી શાળાઓ મહાનગરપાલિકા હસ્તકની એ તેમા સફાઈ કામગીરી સોંપવાનો અંગે નિર્ણય કરાયો છે. જ્યારે ઝુંપડાઓના સ્ટેશન સર્વેની કામગીરી કરવા એજન્સીનો ચાર્જ ચુકવીને મંજુરી અપાઈ, ગાંધીનગરમા અર્બન મોબીલીટી ઈવેંટ માટે મહાનગરપાલિકા પૈસા આપશે.