સોનાના ભાવમાં ફરી વધારો, જાણો અચાનક આટલો વધારો કેમ થયો

Gold Price Today: જે લોકો સોનાના ભાવમાં ઘટાડો થવાની આશા રાખી રહ્યા છો તેના માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે વધતા તણાવને કારણે સોનું ફરી મોંઘુ થઈ રહ્યું છે.
આ પણ વાંચો: AMTS દ્વારા કંસેશન પાસ મુદ્દે મોટો નિર્ણય, ડિસ્કાઉન્ટ મળતા ફાયદો થશે
આ કારણે જ તેજી આવી
સોનાના ભાવમાં વધારાનું મુખ્ય કારણ અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા વિવાદને માનવામાં આવી રહ્યું છે. , ચીન પર ટેરિફ વધારીને 145% કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી ચીન સામે સતત ટેરિફ વધારી રહ્યો છે. વિશ્વની બે મોટી આર્થિક મહાસત્તાઓ વચ્ચેના સંઘર્ષે વૈશ્વિક અર્થતંત્ર માટે અનિશ્ચિતતા વધારી છે. જેના કારણે સોનામાં રોકાણ વધે છે અને તેના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આજે ભારતમાં સોનાના ભાવમાં લગભગ 2,000 રૂપિયાનો વધારો થયો છે. એવું માનવામાં આવતું હતું કે હવે સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે. પરંતુ હવે ફરી ભાવમાં વધારો થયો છે.