સોનાનો ભાવ પહોંચ્યો 1 લાખ નજીક, સામાન્ય માણસો માટે સોનું લેવું સપનું બનશે

Gold Rate Today: આજે સોનાનો ભાવ 1 લાખ રૂપિયાની નજીક પહોંચી ગયો છે. 24 કેરેટ સોનાનો ભાવ 1 લાખ રૂપિયાની આસપાસ પહોંચવા આવ્યો છે. બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનો ભાવ 99800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી જશે. એવો અંદાજ છે કે આવતીકાલ સુધીમાં તેની કિંમત 1 લાખ રૂપિયા સુધી પહોંચી જશે.

આ પણ વાંચો: RCB vs RR: રાજસ્થાન રોયલ્સને ઝટકો લાગ્યો, સૌથી મોટો ખેલાડી ‘આઉટ’

આ પહેલા સોનાનો ભાવ શું હતો?
શુક્રવારે સોનાનો ભાવ 98,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 99,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. ગયા વર્ષે 31 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 26 ટકાનો વધારો જોવા મળ્યો છે. ડિસેમ્બરથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 20,850 રૂપિયાનો વધારો થયો છે. રાજકોટમાં સોનાનો ભાવ એક લાખને પાર આજે પહોંચી ગયો છે.