December 27, 2024

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલક આવક થઈ, યાર્ડની બહાર લાંબી લાઈનો લાગી

Marketing Yard Gondal: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલક આવક થઈ છે. ડુંગળીના બે લાખથી વધુ કટ્ટાની આવક થતા યાર્ડ લાલ ડુંગળી ઉભરાયું હતું. યાર્ડ બહાર બન્ને બાજુ 1500 થી વધુ ડુંગળી ભરેલા વાહનોની લાઈનો જોવા મળી રહી છે. યાર્ડની બંને બાજુ 4 થી 5 કી.મી લાંબી લાઈનો લાગી છે. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 100 થી રૂપિયા 425 સુધીનો ભાવ બોલાયો છે.

આ પણ વાંચો: મોરબીમાં યુવાનનો બાઈક સ્ટંટ કરતો વીડિયો થયો વાયરલ

ખેડૂતોમાં નિરાશા જોવા મળી
ડુંગળીની આવકને લઈને યાર્ડના સત્તાધીશો દ્વારા આવક બંધ કરવામાં આવી છે. અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવક સદંતર બંધ કરાઈ છે. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. બીજી બાજૂ ડુંગળીના સારા ભાવના મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ખેડૂતો સતત માંગ કરી રહ્યા છે કે ડુંગળીના ભાવમાં વધારો કરે. પરંતુ હજૂ સુધી ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.