March 19, 2025

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઘઉં અને ચણાની આવકથી ઉભરાયું, સિઝનની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ

ઋષિ દવે, ગોંડલ: સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઘઉં અને ચણાની આવકથી ઉભરાયું છે. યાર્ડમાં ઘઉં અને ચણાની સિઝનની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી. યાર્ડમાં ઘઉંના 1.25 લાખ કટ્ટાની તથા ચણાની 70થી 80 હજાર કટ્ટાની આવક નોંધાઈ હતી. યાર્ડ બહાર 1600થી વધુ વાહનોની લાઈન લાગી છે.

હરાજીમાં ઘઉંના 20 કિલોના ભાવ રૂપિયા 470થી 650 સુધીનો ભાવ બોલાયો હતો. જ્યારે દેશી ચણાના 20 કિલોના ભાવ રૂપિયા 900થી 1050 સુધીનો ભાવ બોલાયો હતો. યાર્ડના સત્તાધીશો દ્વારા ઘઉં અને ચણાની આવકને લઈને અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી આવક સદંતર બંધ કરવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે.