November 23, 2024

ગૂગલ ડૂડલે ભારતીય લોકશાહીનો સૌથી મોટો તહેવાર ઉજવ્યો

Loksabha Election 2024: દેશમાં આજે લોકસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન છે. ત્યારે ગૂગલ ડૂડલે પણ લોકશાહીને આ તહેવારને ઉજવણી કરી છે. ગૂગલે દેશભરના નાગરિકોને પોતાનો અધિકારની જાગૃતિ ફેલાવવા માટે આજે ખાસ ડૂડલ બનાવ્યું છે.

કેવું બનાવ્યું ડૂડલ
લોકસભાની ચૂંટણી 2024નું પહેલા તબક્કાનું મતદાન આજે છે. ત્યારે ગૂગલે દેશભરમાં નાગરિકો માટે ખાસ ચૂંટણીને લઈને ડૂડલ બનાવ્યું છે. ગૂગલે પોતાના હોમ પેજ પર ડૂડલ વડે વિશ્વની સૌથી મોટી લોકશાહીની ચૂંટણીની ઉજવણી કરી છે. આ ડૂડલ એવું બનાવવામાં આવ્યું છે કે જેમાં વોટિંગ ચિહ્ન જોવા મળી રહ્યું છે. આ સાથે વોટિંગ ચિહ્નની સાથે ગૂગલનો લોગો પણ જોવા મળી રહ્યો છે. અહિંયા મહત્વની વાત એ પણ છે કે ગૂગલને પોતાના અજબોમાં વપરાશકર્તા છે. પરંતુ તેની સામે ગૂગલના ડૂડલના પણ એટલો જ ચાહકવર્ગ છે. ગૂગલ ડૂ઼ડલ બનાવે છે તો અજબોની સંખ્યામાં આ જોવાઈ છે.

આ પણ વાંચો: આ 7 કારણોથી સ્માર્ટફોન ગરમ થવા લાગે છે!

પ્રેરણા આપે છે
ગૂગલ હમેંશા ડૂ઼ડલ બનાવે છે કે જે લોકોને પ્રેરણા આપે છે. ડૂ઼ડલમાં તમને નાગરિકોની ફરજ અને સામૂહિક જવાબદારીની ભાવનાને હાઇલાઇટ કરતી થીમ જોવા મળે છે. ગૂગલ ડૂ઼ડલ નાગરિકોને રાષ્ટ્રના ભાગ્યને ઘડવામાં સક્રિય સહભાગીઓ તરીકે તેમની ભૂમિકા સ્વીકારવા માટે પ્રેરણા આપે છે. લોકસભા ચૂંટણી 2024 પ્રથમ તબક્કાનું મતદાન આજે છે. જેમાં પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન 17 રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં 1024 મતવિસ્તારનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ , બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.