ગૂગલને યુટ્યુબ વીડિયોને હટાવવા પડ્યા ભારે!
અમદાવાદ: થોડા દિવસ પહેલા YouTubeએ ભારતના 22.50 લાખથી વધુ વીડિયો હટાવી દીધા છે. ત્યારબાદ મદ્રાસ હાઈકોર્ટે આ મામલે ગૂગલ અને કેન્દ્ર સરકાર પાસેથી ચાર સપ્તાહમાં જવાબ માગ્યો છે. પરંતુ શું તમને ખબર છે કે, આ વીડિયોને કેમ હટાવી દેવામાં આવ્યા? જાણો સમગ્ર માહિતી.
કારણ વગર વીડિયો હટાવ્યા
ગૂગલના લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબે તાજેતરમાં 90 લાખથી વધુ વીડિયો હટાવી દીધા છે. જેની સૌથી વધારે અસર ભારતમાં પડી છે. કારણ કે યુટ્યુબે ભારતમાં બનેલા 22 લાખ 50 હજારથી વધુ વીડિયો હટાવી દીધા છે. ખાસ વાત તો એ છે કે યુટ્યુબે પણ કોઈ કારણ અથવા કોઈ પણ માહિતી જણાવ્યા અનુસાર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા છે. જેના કારણે મદ્રાસ હાઈકોર્ટે આ મામલે ગૂગલ અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે.
ચાર અઠવાડિયામાં જવાબ આપોઃ મદ્રાસ હાઇકોર્ટ
મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને ગૂગલને નોટિસ જાહેર કરી છે. કહ્યું કે, ચાર અઠવાડિયામાં જવાબ આપો. અરજીકર્તાના વકીલ શશાંક શેખર ઝાએ હાઈકોર્ટમાં કહ્યું કે, ગૂગલ માટે કોઈ પણ કારણ વગર યુટ્યુબ એકાઉન્ટને ખોટી રીતે સસ્પેન્ડ કરવું ખોટું છે. શશાંક શેખર ઝાએ કહ્યું કે, ગૂગલ મનસ્વી રીતે કામ કરી રહ્યું છે અને આવી ઘટના પહેલીવાર નથી, ભારતીય યુટ્યુબર્સ સાથે દરરોજ બની રહી છે. આ સાથે તેમણે કહ્યું કે, ગૂગલ અને કેન્દ્ર સરકાર પાસે જવાબ આપવા માટે ચાર અઠવાડિયા સુધીનો સમય આપવામાં આવશે. ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પ્રકારની માહિતી પર કાર્યવાહી
બાળકની સુરક્ષા, જાતીય સામગ્રી, આ સાથે નગ્નતા અને આત્મહત્યા અથવા વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવે તો તેના પર કાર્યવાહી કરવામાં આવે છે. આ સાથે ગુંડાગીરી, શોષણ, હિંસક ગુનાહિત સંગઠન, અપ્રિય ભાષણ અને હિંસક સામગ્રી શેર કરતા એકાઉન્ટ્સ વીડિયો સામે કાર્યવાહી કરવામાં આવે છે. આ સાથે ગેરમાર્ગે દોરતી માહિતી અથવા ખોટી માહિતી આપતા વીડિયો પર કાર્યવાહી કરવામાં આવી છે.