September 14, 2024

ઈઝરાયલ વિવાદના કારણે Googleએ વધુ 20 કર્મચારીઓને કર્યા છૂટા

અમદાવાદ: ઈઝરાયલ સરકારની સાથે ડીલના વિરોધમાં ગૂગલના ઘણા કર્મચારીઓની વિરૂદ્ધ કંપની એક્શનમાં આવી છે. ગૂગલે 28 કર્મચારીઓ બાદ હવે વધુ 20 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા છે. ગૂગલે આ નિર્ણય એ પ્રદર્શન બાદ લીધો છે જેમાં ઘણા કર્મચારીઓને 1.2 મિલિયન ડોલરની રક્ષા કોન્ટ્રાક્ટ પ્રોજેક્ટ નિમ્બસનો વિરોધ કર્યો છે. નો ફોર રંગભેદ ગ્રુપના પ્રવક્તા જેન ચુંગે કહ્યું કે, આ મામલા અંતર્ગત અત્યાર સુધીમાં 50 લોકોને કાઢવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આ વિરોધ પ્રદર્શન બાદ શરૂઆતમાં 9 કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તકફ Googleના સિક્ટોરિટી ચીફ ક્રિસ રેકે તેમની નિંદા કરી હતી.

Google લીધું મોટુ પગલું
મહત્વનું છે કે, ગુગલના સિક્યોરિટી ચીફ રેકોના પ્રદર્શનોને અન્ય કર્મચારીઓ માટે તકલીફદાય અને ધમકીભર્યું છે. આ બાદ કંપનીમાં એક સર્કુલર પણ જાહેર કરવામાં આવ્યું હતું. એ બાદ ગુગલની તપાસમાં 28 કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ પણ રૈકોની વાતને સમર્થન આપતા કહ્યું કે, ગુગલ ખુલ્લા સંવાદની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. આથી અમે એ લોકોને ચર્ચા કરવાનું કર્યું હતું. આપણી સંસ્કૃતિના કારણે જ આપણી પ્રોડક્ટ સૌથી સારી છે. અહીંયા મહાન વિચારોને એક્શનમાં બદલવાની ક્ષમતા આપીએ છીએ.

પ્રદર્શનની શરૂઆત કેવી રીતે થઈ?
મહત્વનું છે કે ગુગલના કૈલિફોર્નિયા અને ન્યૂયોર્ક ઓફિસમાં ઘણા કર્મચારીઓએ ઈઝરાયલ સરકાર સાથેની ડીલના વિરોધમાં પ્રદર્શન કર્યું છે. કર્મચારી પ્રોજેક્ટ નિમ્બસની વિરૂદ્ધમાં પ્રદર્શન કરી રહ્યા છે. જો ઈઝરાયલ અને Googleની વચ્ચે એક ક્લાઉડ કંપ્યૂટિંગ ડીલ છે. તેના પર 2021ની સાઈન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ન્યૂયોર્ક અને કેલિફોર્નિયામાં ગુગલની અંદરના એક સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Tesla Layoff: ટેસ્લા 6 હજારથી વધારે લોકોને છૂટા કરશે

કામદારો કેબિનમાં પહોંચી ગયા હતા
અગાઉ 18 એપ્રિલે ગૂગલે તેના 28 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લીધો હતો. આ કર્મચારીઓએ જ શરૂઆતમાં કેલિફોર્નિયા અને ન્યૂયોર્કમાં ગૂગલની ઓફિસમાં કંપની સામે વિરોધ શરૂ કર્યો હતો. પ્રદર્શન દરમિયાન ઘણા પ્રદર્શનકારીઓ બોસની કેબિનમાં પહોંચી ગયા હતા. તેણે ત્યાં પ્રદર્શન કર્યું, ત્યારબાદ પોલીસે તેને કસ્ટડીમાં લઈ લીધો.

ટેક્નોલોજી કંપનીઓ પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નો
તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 200 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, તેની અસર ગાઝા પર પણ પડી છે, જ્યાં ઈઝરાયેલે અનેક હવાઈ હુમલાઓ કર્યા છે. આવી સ્થિતિમાં, ગૂગલ ઓફિસમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓ કહી રહ્યા છે કે અમેરિકન ટેક્નોલોજી કંપનીઓ આ યુદ્ધની વચ્ચે ઇઝરાયલનું સમર્થન કરી રહી છે. આ યોગ્ય નથી.

કયા પ્રોજેક્ટનો થઈ રહ્યો છે વિરોધ?
આ Google કર્મચારીઓ, જેમને તેમની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, તેઓ કંપની સામે વિરોધ કરી રહ્યા છે કારણ કે તેઓ દાવો કરે છે કે પ્રોજેક્ટ નિમ્બસ હેઠળ ઇઝરાયેલને ફાયદો થઈ રહ્યો છે. પ્રોજેક્ટ નિમ્બસ એ ઇઝરાયેલ સરકાર સાથેનો US$1.2 બિલિયન પ્રોજેક્ટ છે. આમાં એમેઝોન પણ સામેલ છે.

પોલીસે કર્મચારીઓની અટકાયત કરી હતી
ગૂગલના કર્મચારીઓનું પ્રદર્શન કરતો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં કેટલાક પ્રદર્શનકારીઓ ઓફિસના બોસની કેબિનમાં પહોંચ્યા અને ઘણા કલાકો સુધી બહાર ન આવ્યા. આ પછી પોલીસને બોલાવવામાં આવી અને પોલીસે તેની અટકાયત કરી અને તેને ત્યાંથી બહાર કાઢી.