December 27, 2024

ગૂગલે નવી ચેતવણી જાહેર કરી, મેસેજ મોકલતા પહેલા ધ્યાન આપો

Google: થોડા જ સમયમાં ગૂગલે ઘણા નવા ફિચરને રોલઆઉટ કર્યા છે. જેમાં યુઝર્સને ફેક કોલ અને મેસેજથી છુટકારો અપાવવામાં મદદ મળશે. તમને જણાવી દઈએ કે ફેક મેસેજ મોકલનારાઓને હવે ગૂગલ બ્લોક લિસ્ટમાં મૂકી દીધા છે. ગૂગલે આ માટે જેમિની AIને સપોર્ટ કર્યો છે. આ ફીચર આંતરરાષ્ટ્રીય નંબરો પરથી આવતા મેસેજને ઓળખવામાં મદદ કરશે. કોઈ પણ શંકાસ્પદ મેસેજ અને કોલ્સ મોકલવામાં આવશે તો તેને બ્લોક કરી દેવામાં આવશે.

સ્પામ પ્રોટેક્શન
ગૂગલે મેસેજિંગ એપમાં સ્પામ પ્રોટેક્શન ફીચરને એડ કર્યું છે. કોઈ પણ અજાણ્યા નંબર પરથી મેસેજ આવે છે તો તેને સ્પામ લિસ્ટમાં મૂકવામાં આવશે. Googleએ દાવો કર્યો છે કે આ ટેક્સ્ટ સંદેશાઓ ખાનગી જ રાખવામાં આવશે. જ્યાં સુધી તેની સ્પામ તરીકે જાણ કરવામાં ન આવે.

આંતરરાષ્ટ્રીય કોલ સંરક્ષણ
ગૂગલે આ ફીચરને ઇન્ટરનેશનલ કોલ્સને ઓટોમેટીક હાઇડ કરવા માટે રોલઆઉટ કરી દીધું છે. સિંગાપોરના વપરાશકર્તાઓ માટે પાઇલટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે.

શંકાસ્પદ મેસેજ
આ સિવાય ગુગલ મેસેજમાં શંકાસ્પદ કન્ટેન્ટને લઈને ચેતવણી પણ તમને આપશે. જો કોઈકોઈપણ શંકાસ્પદ સામગ્રીને અસ્પષ્ટ કરવામાં આવશે જેથી કરીને તે વપરાશકર્તાઓને દેખાશે નહી. તમને જણાવી દઈએ કે આ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન આધારિત ફીચર છે.

આ પણ વાંચો: વાવાઝોડું ‘દાના’ ક્યાં પહોંચ્યું? આ એપથી જાણી શકો છો લાઈવ

સંપર્ક ચકાસણી
Google Messagesમાં કોન્ટેક્ટ વેરિફિકેશન ફિચર બહાર પાડી છે. જે ફિચર મેસેજ મોકલતા પહેલા ચકાસણી કરશે. આ ફીચર એન્ડ્રોઇડ 9 અથવા તેનાથી ઉપરના ઓપરેટિંગ સિસ્ટમમાં કામ કરશે.