September 14, 2024

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા પર મળશે આટલું ડિસ્કાઉન્ટ!

અમદાવાદ: ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા પર તમને 10,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહેશે. જો કે આ સબસિડી ઈલેક્ટ્રિક કાર અથવા ઈલેક્ટ્રિક બસોમાં મળશે નહીં. જાણો કયારથી મળશે તમને આ સબસિડીનો લાભ.

જાહેરાત કરવામાં આવી
જો તમે પણ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. જો તમે માર્ચ 31 સુધીમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની ખરીદી કરો છો તો તમને હજારોની સંખ્યામાં ડિસ્કાઉન્ટનો લાભ મળશે. ઇલેક્ટ્રિક વ્હીકલ એટલે કે FAME 2 સ્કીમ સમાપ્ત થઈ ગઈ છે. જેની સરકારે મુદત વધારવાની ના પાડી દીધી છે. જોકે બીજી બાજૂ મોબિલિટી પ્રમોશન સ્કીમ (EMPS) લાવવાની જાહેરાત કરવામાં આવી છે. EMPS દ્વારા તમે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ખરીદવા પર સબસિડી મેળવી શકો છો.

કરોડ રૂપિયા ફાળવ્યા
ઉદ્યોગ મંત્રાલયે નવી યોજના માટે કરોડોમાં રૂપિયા ફાળવ્યા છે. 500 કરોડ જેવા રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની ખરીદી પર સરકાર 10,000 રૂપિયા સુધીની સબસિડી તમને મળશે. ઇલેક્ટ્રિક ઓટો રિક્ષાની જો વાત કરવામાં આવે તો 50,000 રૂપિયા સુધીની સબસિડી તમને મળશે. ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર પર 1.11 લાખ રૂપિયા સુધીની સબસિડી તમને મળશે. જો તમે ઇલેક્ટ્રિક કાર ખરીદવા માંગો છો તો તમને EMPS સબસિડીનો લાભ તમને નહીં મળે.

ઇલેક્ટ્રિક વાહનોમાં વધારો
સરકારે ઇલેક્ટ્રિક કાર અને બસોને EMPS સ્કીમમાંથી બહાર રાખવા અંગે સ્પષ્ટતા કરી છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે ઓટો પીએલઆઈ અને પીએમ-ઈબસ સેવા યોજના જેવી પહેલાથી ચાલી રહેલી યોજનાઓ દ્વારા ઇલેક્ટ્રિક ફોર-વ્હીલર અને ઈ-બસને લાભ આપવામાં આવી રહ્યો છે. તે જ સમયે, EMPS યોજના ખાસ કરીને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરને ધ્યાનમાં રાખીને લાવવામાં આવશે. આ યોજનાને 2019 માં શરૂ કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 45 ટકાથી વધુનો વધારો થયો છે.