July 25, 2024

GT vs DC: પંતની કપ્તાનીમાં દિલ્હી કેપિટલ્સે બનાવ્યો મોટો રેકોર્ડ

IPL 2024: ગઈ કાલની મેચ દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સની વચ્ચે હતી. જેમાં ગુજરાતની ટીમની શર્મનાક હાર થઈ હતી. ગુજરાત ટાઈટન્સની આખી ટીમ 17.3 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચ દરમિયાન દિલ્હીની ટીમે ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

અદ્દભૂત પ્રદર્શન કર્યું
ગઈ કાલે IPL 2024ની 32મી મેચ અમદાવાદમાં રમાઈ હતી. જેમાં દિલ્હીના બોલરોનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. કારણ કે ગુજરાતની ટીમને માત્ર 89 રનમાં ઓલઆઉટ કરી દેવામાં આવી હતી. ગુજરાતની ટીમને પુરા 100 રન પણ કરવા દીધા ના હતા. જેના કારણે એવું કહી શકાય કે દિલ્હીના બોલરોનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ટાઇટન્સની આખી ટીમ 20 ઓવર સુધી પણ બેટિંગ કરી શકી ન હતી અને 17.3 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે દિલ્હીની ટીમે મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

દિલ્હી કેપિટલ્સનો મોટો રેકોર્ડ
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય એકદમ ખરો નિકળ્યો હતો. કદાચ જો બેટિંગ કરવાનો પહેલા નિર્ણય કરવામાં આવ્યો હોત તો કદાચ દિલ્હીની ટીમને હારનો સામનો કરવાનો વારો આવત, પરંતુ કેપ્ટનશીપનું ખાસ ઉદાહરણ ગઈ કાલની મેચમાં રિષભ પંતે આપ્યું હતું. તેણે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગઈ કાલની મેચમાં દિલ્હીની ટીમે જે કરી બતાવ્યું તે આજ દિન સુધી કોઈ પણ ટીમ કરી શકી નથી. IPLના ઈતિહાસમાં ગુજરાત ટાઈટન્સનો આ સૌથી ઓછો સ્કોર થયો હતો. પહેલી વાર એવું બન્યું કે 100થી ઓછા સ્કોર પર ઓલ ટીમ આઉટ થઈ ગઈ હતી. દિલ્હી કેપિટલ્સ પહેલા ગુજરાતને 100 રન પહેલા કોઈ ટીમ રોકી શકી ન હતી. જોકે એ અહિંયા કેવું જરૂરી છે કે દિલ્હીનું પ્રરદર્શન આ વખતની મેચમાં ખુબ ખરાબ જોવા મળી રહ્યું છે. એમ છતાં ગઈ કાલની મેચમાં આ ટીમે જે કરી બતાવ્યું તે હજૂ સુધી કોઈ કરી બતાવ્યું નથી.

આ પણ વાંચો: આજની મેચ પહેલા ઋષભ પંત અને દિલ્હી કેપિટલ્સની મુશ્કેલીઓ વધી

ધમાલ મચાવી હતી
આ શાનદાર પ્રદર્શન સાથે દિલ્હી કેપિટલ્સે અલગ રેકોર્ડ બનાવ્યો છે. આઈપીએલના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે દિલ્હી કેપિટલ્સે કોઈ ટીમને આટલા ઓછા સ્કોર સુધી રોકી હોય. આ વખતની આઈપીએલની સિઝનમાં પણ કંઈ ખાસ પ્રદર્શન દિલ્હીનું જોવા મળી રહ્યું નથી. એમ છતાં ગુજરાતની ટીમ સામે એવું પ્રદર્શન કર્યું કે જે અત્યાર સુધી કોઈ ટીમ કરી શકી નથી. અગાઉ વર્ષ 2012માં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 92 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. IPLમાં આ માત્ર 2 પ્રસંગો છે જ્યારે દિલ્હી કેપિટલ્સે 100 રન પહેલા ટીમને ઓલઆઉટ કરી દીધી છે. પહેલા મુંબઈની ટીમ અને હવે ગુજરાતની ટીમ.

શાનદાર પ્રદર્શન
ગુજરાત ટાઇટન્સ તરફથી રાશિદ ખાને સૌથી વધુ 31 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી મુકેશ કુમારે આ ઇનિંગમાં સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આ સિવાય ઈશાંત શર્મા અને ટ્રિસ્ટન સ્ટબ્સને 2-2 વિકેટ મળી હતી. અક્ષર પટેલ અને ખલીલ અહેમદે પણ 1-1 વિકેટ લીધી હતી. જ્યારે આ સિવાય કોઈ બેટ્સમેન 15 રનના આંકને સ્પર્શી શક્યો નહોતો.