December 21, 2024

GT vs MI: ગુજરાત ટાઇટન્સની આજે ઘરઆંગણે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટક્કર

ipl 2024: IPLની 17મી સિઝનની 5મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આમને સામને જોવા મળશે. આ મેચનું આયોજન અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવી રહ્યું છે.

ટીમને સંભાળશે
ચાહકો ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની 5મી મેચની રાહ જોઈ રહ્યા છે. જેમાં આજના દિવસે ગુજરાત ટાઇટન્સ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામસામે આવશે. બંને ટીમની લોકપ્રિયતા ખુબ વધારે છે. જેના કારણે તેમના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગત ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમાયેલી ક્વોલિફાયર મેચમાં જ્યારે બંને ટીમો આ મેદાન પર આમને-સામને આવી હતી. આ સમયે શુભમન ગિલની જોરદાર બેટિંગ જોવા મળી હતી.

દબદબો જોવા મળશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધીની જે મેચ રમાણી છે તે અનુસાર આ મેદાનમાં બેટ્સમેનનો દબદબો જોવા મળ્યો છે. આ મેચ મહત્વની થવાની છે તેનું કારણ એ છે કે બંને ટીમનો પાસે સારા સારા બેટ્સમેનોને છે. જેના કારણે આ મેચની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જેના કારણે જે ટીમ ટોસ જીતે છે તેની ભૂમિકા વધારે મહત્વની રહેશે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે જે ટીમ ટોસ જીતે છે તે ટીમ બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.

અત્યાર સુધીનો રેકોર્ડ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધી તો એવું બન્યું છે કે જેણે બેટિંગ કરી છે તેમાથી અત્યારે 13 વખત જીત મેળવી છે. તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઇટન્સની ટીમે સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 10 મેચ રમી છે.