December 21, 2024

વિધાનસભામાં અર્જુન મોઢવાડિયાનું નિવેદન, ઘેડમાં પાણી ભરાવવાનો મુદ્દો ઉઠાવ્યો

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં ચોમાસા સત્રનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે પાક નુકસાનીને લઈને બીજેપી નેતા અર્જુન મોઢવાડીયાએ નિવેદન આપ્યું હતું. ગુજરાત વિધાનસભામાં તાકીદ બેઠકમાં સૌરાષ્ટ્રમાં 16 તાલુકામાં ભારે વરસાદના કારણે પાક નુકસાનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે ઘેડ પથકમાં ભારે નુકસાન થયું છે.

આ અંગે સરકાર SDRF ધોરણે સહાય કરશે તેવી કૃષિ મંત્રીએ ખાતરી આપી છે. 1 હેકટર દીઠ 8500 હેઠળ સહાય આપવામાં આવશે. SDRFથી ઉપર જઈને સહાય કરવાનું પણ આશ્વાસન આપ્યું છે. સરકારે ઉદાર મને ખેડૂતોને સહાય કરવાની વાત કરી છે.

અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે, ‘પોરબંદર પાસેના ઘેડ પથકમાં કાયમી ધોરણે પાણી ભરાય જાય છે. દર વખતે ઘેડ વિસ્તાર પાણીમાં ગરકાવ હોય છે. ગત વર્ષે હું કોંગ્રેસમાં હતો ત્યારે પણ મુખ્યમંત્રી હવાઈ નિરીક્ષણ કરીને ઘેડ પંથકની મુલાકાતે આવ્યા હતા. સરકારે એક ખાનગી કંપની સેકોનને સરવેની કામગ્રીરી સોંપી હતી. આવનારા દિવસોમાં નદી ઉંડી કરવાની છે, જેથી ઘેડ પંથકમાં પાણી ન ભરાઈ રહે.’