January 20, 2025

ગુજરાત ATSએ લાલ દરવાજા પાસેથી ઝડપી પાડ્યો પેડલર, 27 લાખનું એમડી ડ્રગ્સ કબજે

Gujarat ATS: ગુજરાત ATSએ 27 લાખનું એમડી ડ્રગ્સ કબજે કર્યું છે. અમદાવાદના લાલ દરવાજા પાસેથી ડ્રગ્સ ઝડપાયું છે. ફરજાન શેખ નામના ડ્રગ્સ પેડલર ધરપકડ કરી છે. આરોપી આ પહેલા 20 કિલો ચરસ સાથે ઝડપાયો હતો. ડ્રગ્સ સપ્લાય સાથે સંડોવાયેલા અન્ય આરોપીની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: જિયોનો આ પ્લાન છે તમારા માટે બેસ્ટ, 49 કરોડ યુઝર્સે કરાવ્યા આ પ્લાન

લાલ દરવાજા પાસેથી ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો
ગુજરાત એટીએસએ અમદાવાદના લાલ દરવાજા પાસેથી ફરજાન શેખ નામના ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો છે. ATSને આ અંગેની બાતમી મળી હતી. આ બાદ આરોપીને ઝડપી લીધો હતો. આ પહેલા પણ આરોપી 20 કિલો ચરસ સાથે ઝડપાયો હતો.