Gujarat Budget 2025: અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ રૂપિયા 2712 કરોડની જોગવાઇ

Gujarat Budget 2025: નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2025-26 માટે 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ રૂપિયા 2712 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વંચિતો અને ગરીબ પરિવારો માટે સંજીવની સાબિત થઇ રહેલ છે.
- NFSA રેશનકાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા તુવેરદાળ અને ચણાના વિતરણ માટે 767 કરોડની જોગવાઇ.
- નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ-2013 હેઠળ પાત્રતા ધરાવતા અંદાજે 75 લાખ કુટુંબોને અનાજ પૂરું પાડવા 675 કરોડની જોગવાઇ.
- NFSA લાભાર્થી કુટુંબોને વર્ષમાં બે વખત ખાદ્યતેલ રાહત દરે આપવા માટે 160 કરોડની જોગવાઇ.
- સૂક્ષ્મ પોષકતત્વો યુકત ડબલ ફોર્ટિફાઇડ મીઠા(આયર્ન+આયોડીનયુકત)ના વિતરણ માટે 51 કરોડની જોગવાઇ.
- નાબાર્ડ લોન યોજના હેઠળ 51 ગોડાઉનના બાંધકામ માટે તથા ભારત સરકારની W.D.R.A.ની ગાઈડલાઈન્સ મુજબ નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉનો માટે કુલ 70 કરોડની જોગવાઇ.
- શ્રીઅન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી, જુવાર, રાગીની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત 300 પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ ચૂકવવા 37 કરોડની જોગવાઇ.