Gujarat Budget 2025: મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 7668 કરોડની જાહેરાત, જાણો તમામ માહિતી

Gujarat Budget 2025: GYANના ચાર આધાર સ્તંભો પૈકીનો એક સ્તંભ એવી નારીશક્તિની ભૂમિકા આધુનિક સમાજની વિકાસ યાત્રામાં અગત્યની છે. મહિલાઓ અને બાળકોના પોષણને સુદ્રઢ કરવા, આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકારે નિર્ણય કર્યો છે. કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.
- ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે DBT માધ્યમથી માસિક 1250 કરોડ રૂપિયાની સહાય માટે 3015 રૂપિયા કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- આંગણવાડી કાર્યકર/તેડાગર, મીની આંગણવાડી કાર્યકર બહેનના માનદવેતન માટે 1241 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- પોષણ સુધા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાઓના 106 ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને દિવસમાં એક વખત સંપૂર્ણ ગરમ ભોજન, ફોલિક એસીડ અને કેલ્શિયમની ગોળી આપવામાં આવે છે. જેના માટે 90 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે 973 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
- મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા, એક કિલો દાળ અને એક લિટર ખાદ્યતેલ આપવા માટે 372 કરોડની જોગવાઈ કરી છે.
આ પણ વાંચો: Gujarat Budget 2025: નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં રજૂ કર્યું 3,70,250 કરોડનું બજેટ
- પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓના કુપોષણનાં પ્રમાણમાં ઘટાડો અને હિમોગ્લોબિનનાં પ્રમાણમાં સુધારો થાય તે હેતુથી પૂર્ણા શક્તિના પેકેટ આપવા માટે 335 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો વ્હાલી દિકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે 217 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફોર્ટીફાઇડ દૂધ આપવા માટે 133 કરોડની જોગવાઈ કરવામાં આવ છે.
- વિશેષ સહાય યોજના અંતર્ગત વર્કિંગ વુમન હોસ્ટેલના બાંધકામ માટે 69 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.